આશ્કા જાની/અમદાવાદ: રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન આજે એમીકસ કયુરી દ્વારા કોર્ટમાં રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દો આવરી લીધા છે. અને વધુમાં રીપોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારની હજી કમગીરી બાકી છે.
એમિક્સ ક્યુરીએ રિપોર્ટમાં રેલવે લાઈન, ગેરકાયદેસર રીતે ચાલતી ખન્ન ની કામગીરી, ગેરકાયદસર ચાલતા લાયન શો, અભ્યારણમાં ખુલ્લા કુવાઓની આસપાસ દીવાલો ઊંચી કરવાની કામગીરી બાકી છે. તેમજ સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લીધા હતા.
જુઓ LIVE TV :
જેમાં ગીર અભ્યારણમાંથી રેલવે લાઈન હટાવવા અને રાતની ટ્રેનો બંધ કરવા તથા માઈનિંગ અટકાવવા માટે સૌથી મહત્વના સૂચનો કરાયા હતા. હાઇકોર્ટે એમીકસ કયુરીનો રિપોર્ટ રેકર્ડ પર લીધા બાદ હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી દિવસો પર અનામત રાખી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે