તેજશ મોદી/સુરત: ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનનું હબ ગણાતા સુરતમાં વધુ એક ક્રિપ્ટો કૌભાંડ ઝડપાયું છે. સીઆઈડી ક્રાઈમે ટોરસ કોઈનના નામથી ક્રિપ્ટો કરન્સી કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરી છ આરોપીઓની ધરપકડ કરી બે આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર વર્ષ 2017માં ટોરસ કોઈન શરુ કરવામાં આવ્ય હતો.
અલ્પેશ મિયાણી, લલિત મિયાણી, વિમલ વાનાણી, દિવ્યાંગ ભીમાણી, સુનીલ બલર, પીયુષ ડુંગરાણીએ સાથે મળીને કોઈન બિઝનેશ શરુ કર્યો હતો. તેમાં લોકોને ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી હતી. જેને કારણે રોકાણકારોના 6,67,13,800 રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું. જોકે બાદમાં સરકારે જ્યારે બિટકોઇન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેને કારણે ટોરસ કોઈન બંધ કરી દેવામાં આવ્યા હતાં.
કોઈન બંધ થઇ જતા રોકાણકારોએ 6.67 કરોડ ગુમાવ્યા હતાં. જેથી અલ્પેશ મિયાણી, લલિત મિયાણી, વિમલ વાનાણી, દિવ્યાંગ ભીમાણી, સુનીલ બલર, પીયુષ ડુંગરાણી સામે ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ કરી કોર્ટેમાં રજુ કરાયા હતાં. જેમાંથી અલ્પેશ મિયાણી અને લલિત મિયાણીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતાં. જયારે બાકીના આરોપોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે