Home> Gujarat
Advertisement
Prev
Next

ડોક્ટર્સની હડતાળ સમેટાઇ: રાજ્યના સ્વાસ્થય સેવા સાંજથી જ ફરી એકવાર પૂર્વવત્ત થશે

કોરોના કાળમાં જે ડોક્ટરો ભગવાન મનતાતા હતા તે ડોક્ટર્સ હાલ થોડા સમયથી પોતાની માંગણીના મુદ્દે હડતાળ પર હતા. જો કે ગુજરાત સરકાર ભગવાનોને મનાવવામાં સફળ રહી છે. સરકારી મેડિકલ કોલેજનાં 10 હજારથી પણ વધારે સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળના પગલે સમગ્ર રાજ્યની આરોગ્ય સેવાની જાણે કમર ભાંગી ગઇ હતી. અત્યાર સુધીમાં ડોક્ટર્સ દ્વારા કુલ 4 વખત હડતાળો કરવામાં આવી ચુકી છે. જો કે દર વખતે સરકાર દ્વારા માત્ર મૌખિક બાંહેધરી જ તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી. જો કે આ હડતાળમાં તબીબો લડી લેવાનાં મુડમાં જોવા મળી રહ્યા હતા. 

ડોક્ટર્સની હડતાળ સમેટાઇ: રાજ્યના સ્વાસ્થય સેવા સાંજથી જ ફરી એકવાર પૂર્વવત્ત થશે

અમદાવાદ : કોરોના કાળમાં જે ડોક્ટરો ભગવાન મનતાતા હતા તે ડોક્ટર્સ હાલ થોડા સમયથી પોતાની માંગણીના મુદ્દે હડતાળ પર હતા. જો કે ગુજરાત સરકાર ભગવાનોને મનાવવામાં સફળ રહી છે. સરકારી મેડિકલ કોલેજનાં 10 હજારથી પણ વધારે સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળના પગલે સમગ્ર રાજ્યની આરોગ્ય સેવાની જાણે કમર ભાંગી ગઇ હતી. અત્યાર સુધીમાં ડોક્ટર્સ દ્વારા કુલ 4 વખત હડતાળો કરવામાં આવી ચુકી છે. જો કે દર વખતે સરકાર દ્વારા માત્ર મૌખિક બાંહેધરી જ તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી. જો કે આ હડતાળમાં તબીબો લડી લેવાનાં મુડમાં જોવા મળી રહ્યા હતા. 

fallbacks

ઓસ્ટ્રેલિયાથી પરત લવાયેલી કનકાઈ માતાની મૂર્તિ ફરી ગીરના જંગલમાં સ્થાપિત કરવાની લોકોની માંગ

તબીબોની હડતાળ સમેટાઇ તે મુદ્દે સરકારી અધિકારીઓ દ્વારા ટુંક જ સમયમાં અધિકારીક જાહેરાત કરવામાં આવશે. આજ સાંજથી જ તબીબો પોતાના કામ પરત પરત ફરશે. સરકારી તબીબોની હડતાળ મામલે ટુંક જ સમયમાં આરોગ્ય મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે. સરકાર દ્વારા આ અંગે ઉચ્ચ અધિકારીઓની મોટી ફોજ ઉતારી દેવામાં આવી હતી. જેના પગલે આજ સવારથી જ ચાલી રહેલી મેરેથોન બેઠકના અંતે આખરે તબીબો અને અધિકારીઓ વચ્ચે સુમેળ સધાયો હતો. હડતાળ સમેટવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More