અમદાવાદ : અમદાવાદ અને સુરતમાં કોર્પોરેશન અને બીઆરટીએસ વારંવાર અકસ્માત સર્જતા રહે છે. આવા અનેક કિસ્સાઓ છાશવારે બહાર આવતા રહે છે. જો કે સુરતમાં આજે એસટી બસના ચાલકે અકસ્માત સર્જયો હતો. ખોટી રીતે બીઆરટીએસ ટ્રેકમાં ચડી ગયેલ વલસાડ-રાધનપુર બસનાં ડ્રાઇવરે રસ્તે જઇ રહેલા એક ચાલકને અડફેટે લીધા હતા. જો કે અડફેટે લીધા બાદ ભાગવાના પ્રયાસમાં બીઆરટીએસનાં રૂટમાં રોંગ સાઇડમાં બસ મુકીને ફરાર થઇ જતા ભારે ટ્રાફીક જામ થયો હતો.
કોંગ્રેસ પણ હવે ભાજપની જેમ સભ્ય નોંધણી કાર્યક્રમ ચાલુ કરશે, આ રીતે બનશે ટીમ
ઘટના અંગેવિગતે મળતી માહિતી અનુસાર વલસાડધી રાધપુર જતી સ્લીપર જીએસઆરટીએસની દમણગંગા એક્સપ્રેસ બસે બીઆરટીએસના રૂટમાં બસ હંકારી હતી. જો કે અચાનક એક રાહદારી વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પણ તેણે બસ ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે રોંગસાઇડમાં બસ ચડાવી દીધી હતી. થોડે દુર જઇને બસમાંથી તે ફરાર થઇ ગયો હતો. રોંગ સાઇડમાં બસ મુકતા બીઆરટીએસની બસો અટવાતા ટ્રાફીક જામ સર્જાયો હતો.
સખી મંડળના નામે લોન લેનારી બહેનો ખાસ વાંચે આ સમાચાર !
BRTS માથે માછલા ધોતા નાગરિકો આ વીડિયો એકવાર જરૂર જુએ
અકસ્માત સર્જયા બાદ એસટી બસનો ચાલક તો ફરાર થઇ ગયો હતો. જો કે રાહદારીઓએ 108ની મદદથી ઇજાગ્રસ્ત હાલતમાં રાહદારીને સારવાર માટે ખસેડ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે બીજી તરફ એસટી બસમાં રહેલા મુસાફરો અવઢવમાં મુકાયા હતા. કારણ કે ચાલક ફરાર થઇ જતા મુસાફરો અટવાયા હતા. લખાઇ રહ્યું છે ત્યાં સુધી તો બસને રોડ સાઇડમાં ખસેડીને મુકી દેવામાં આવી છે. મુસાફરો દ્વારા એસટી વિભાગનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે