Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ પૈરાણિક ગામમાંથી મળી 11મી સદીની વસ્તુ, આમ થતો ઉપયોગ

પી.એમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન વર્ષો જુના મહાકાય માટલા મળી આવ્યા છે.

ગુજરાતના આ પૈરાણિક ગામમાંથી મળી 11મી સદીની વસ્તુ, આમ થતો ઉપયોગ

તેજસ દવે/મહેસાણા: પી.એમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન વર્ષો જુના મહાકાય માટલા મળી આવ્યા છે. જે માટલામાં અનાજ સહિતની ચીજ વસ્તુઓ મુકવા માટે બનાયા હોય તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે એક માસથી ચાલી રહેલા આ ખોદકામમાં હજુ અન્ય તથ્યો બહાર આવે તેવી શક્યતા છે. જ્યારે આ સમગ્ર મામલે ટેક્નિકલ રીતે તપાસ ચાલુ છે અને અન્ય ઈતિહાસની ધરોહર વડનગર માંથી મળશે તેવા એંધાણ છે.

fallbacks

1.5 મીટર પહોળા માટલા મળતા કુતુહલ 
કહેવાય છે કે આ નગર સાત વાર બન્યું છે. ઐતિહાસિક નગરી વડનગરમાં પુરાતત્વ વિભાગે હાથ ધરેલી પુનઃ ઉત્ખનન કામગીરી દરમિયાન સિવિલ હોસ્પિટલ નજીકના તળાવના કિનારેથી એક મીટર ઊંચાઇ અને 1.5 મીટર પહોળાઇ ધરાવતા 7 મહાકાય માટલાં મળી આવ્યા છે. આ માટલા બનવા માટે વર્ષો પહેલા માટલા બનાવા માટે મહા મહેનત કરવી પડી હશે. આજે આ માટલા નીકળતા સ્થાનિક લોકોમાં કુતૂહલ ભારે સર્જાયું છે. જે મહાકાય માટલા હાલમાં તો માટી થી ભરાયેલા છે.

11મી સદી જુના મળ્યા માટલા 
માટલા 11મી થી 12 સદીના હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ માટલાનો ઉપયોગ રંગાકામ કે અનાજ સંગ્રહ કરવા થઇ શકતો હોવાનું અનુમાન હાલમાં સાઈટ મેનજર જણાવી રહ્યા છે. જોકે, પુરાતત્વ વિભાગે આ માટલાનો ચોક્કસ ઉપયોગ જાણવા સંશોધન હાથ ધર્યું છે. જે છેલ્લા એક માસથી અહીં ઉત્ખનનનું કામ ચાલી રહ્યું છે. આ અગાઉ વડનગરમા રંગાટનો ઉદ્યોગ ધમધમતો હશે તેવું તેમનું માનવું છે. જોકે નગરમાંથી મળી આવેલા મોટા માટલાને લઈ લોકોમાં પણ ઉત્કંઠા વધી છે.

fallbacks

ગટર માટે થતો હશે ઉપયોગ 
જ્યારે વર્ષો પહેલા અહીં માટલાની સાથે પાણીના નિકાલ માટેની એકાદ ફૂટ જેટલી પહોળી નાની ગટર પણ મળી આવી છે. જે ડેનેજ લાઈન જોતા એવું લાગે છે કે એ સમયે  પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હશે. માટલાની તદ્દન નજીક જ મળી આવેલી ગટર પરથી એવું અનુમાન લગાવાય છે કે, એકઠું થયેલું પાણી માટલામાં થઈ ગટર દ્વારા બહાર નીકળતું હશે. જે જોતા આ જગ્યા પર ધોબી કામ કે પછી રંગ ભરવા સહિતના કામો થતા હોય તેવુ પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

બીજા અવશેષો મળે તેવી શક્યતા 
હાલમાં તો વડનગરમાં ઠેર ઠેર ઊંચા ટેકરાને જોતાજ તપાસ શરુ કરવામાં આવે છે. વર્ષો જુના પુરાવા મળી આવ્યા છે જે જોતા આગામી સમયમાં હજુય વડનગર નીચેથી મળી આવેલા પુરાના ઇતિહાસને જમીન નીચેથી બહાર કાઢવામાં આવશે અને તેમાંથી હજુ બીજા પુરાણિક અવશેષો પણ મળશે આ સાઈટ ઉપરથી તો હાલ માટલા સિવાય બીજું કઈ મળ્યું નથી. પરંતુ હજુ બીજી ચીજો અહીંથી મળી આવે તેવા એધાણ અહીં ચોક્કસ જોવા મળી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More