Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT માં આ ખેડૂતની અનોખી ખેતી, હવામાનને મોજ પડે તેમ રહે પાકને નથી થતું કોઇ નુકસાન

માંગરોળ તાલુકાના એક ખેડૂતે સફળ પ્રાકૃતિક ખેતી કરી રાસાયણિક ખેતી કરતા ખેડૂતો માટે એક દાખલો ઉભો કર્યો છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ ના કારણે કેરી પકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના આંબા પર મબલખ પાક ઝૂલી રહ્યો છે. ત્યારે ખેડૂતે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. 

SURAT માં આ ખેડૂતની અનોખી ખેતી, હવામાનને મોજ પડે તેમ રહે પાકને નથી થતું કોઇ નુકસાન

સુરત : માંગરોળ તાલુકાના એક ખેડૂતે સફળ પ્રાકૃતિક ખેતી કરી રાસાયણિક ખેતી કરતા ખેડૂતો માટે એક દાખલો ઉભો કર્યો છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ ના કારણે કેરી પકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના આંબા પર મબલખ પાક ઝૂલી રહ્યો છે. ત્યારે ખેડૂતે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. 

fallbacks

નવસારીમાં ધોળા દિવસે યુવતીને ઉઠાવી લીધી, પોલીસ અને તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર સીધી કોઈ પણ પ્રકારની ખેતીને થઇ રહી છે, ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઈ છે. વાતાવરણની અસરને લઇ ચાલુ વર્ષે આંબા પર માંડ ૩૦ ટકા પાક દેખાઈ રહ્યો છે. સુરત જિલ્લાના માંગરોળના વાંકલ ગામના ખેડૂત રાજકુમાર પટેલે વાતાવરણથી વિપરીત પ્રાકૃતિક સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે એક દાખલો પૂરો પડ્યો છે. રાજકુમાર પટેલ પોતાની ૧૮ વીંઘા જમીનમાં ૮૦૦ જેટલા આંબાના વૃક્ષોથી કેરીની ખેતી કરે છે. રાજકુમાર સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી છેલ્લા ૪ વર્ષથી ખેતી કરી રહ્યા છે. સફળ પણ થયા છે ત્યારે રાજકુમાર પાસેથી જ જાણીએ કે આ સુભાષ પાલેકર ગૌ પ્રકૃતિક કૃષિ પદ્ધતિ શું છે અને કઈ રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરવાની હોઈ છે તેમજ આનાથી કઈ રીતનો અને કેટલો ફાયદો થઇ શકે છે.

ગુજરાતની આ વિશ્વ પ્રસિદ્ધ મસ્જીદમાં મહિલાઓ પણ જઇ શકશે, સરકારે રિવડેવલપમેન્ટની તૈયારી શરૂ કરી

રાજકુમારની ૧૮ વીંઘાની વાડીમાં હાલ ૮૦૦ જેટલા આંબા છે. હાલ કેરીની સીઝન ચાલી રહી છે, ત્યારે તમામ આંબો પર કેરીનો મબલખ પાક જોવા મળી રહ્યો છે. જયારે બીજી તરફ રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા આંબાવાડીના માલિકોની હાલત હાલ કફોડી બની છે. કારણે કે ગલોબલ વોર્મિંગની સીધી અસર હવે ખેતી પર દેખાઈ રહી છે. રાસાયણિક ખાતર નાખીને ખેતી કરતા ખેડૂતોના આંબા પર ચાલુ વર્ષે ૩૦ ટકા પણ પાક નથી દેખાઈ રહ્યો. 

SURAT માં સુંદર યુવતી બે યુવક સાથે લિફ્ટમાં તો ગયા પરંતુ બહાર આવી ત્યારે...

વાંકલ ગામના ખેડૂત રાજકુમાર ભાઈ છેલ્લા ૧૫ વર્ષથી આંબા વાડી કરીને કેરીની ખેતી કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી રાજકુમારે સુભાષ પાલેકર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ખેતી કરી રહ્યા છે. છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાનની ખેતી અને છેલ્લા ૪ વર્ષની ખેતીમાં આસમાન જમીનનો ફર્ક દેખાઈ રહ્યો છે. આંબા વાડી ઉચ્ચક રાખતા વ્યાપારીઓ પણ રાજકુમાર ભાઈ ની પ્રાકૃતિક ખેતીને જોઇને અચંભિત થઇ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થી ઉતારેલી કેરી નો પાક વજનદાર, મીઠી અને અન્ય ફળની સરખામણી મોટી દેખાઈ છે. તેમજ ગ્રાહકો પણ આવાજ સારા ફળ માંગ કરી રહ્યાં છે. એક તરફ રાસાયણિક ખેતી કરતા ખેડૂતો ચાલુ વર્ષેની કેરીની સિઝનમાં હાલત કફોડી બની છે. ત્યારે પ્રાકૃતિક રીતે કરતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. અને લોકોને ક્લાઈમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવી અફાટ સામે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવાથી ખેતી અને ખેડૂત ટકી શકશે તેવી અપીલ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More