Home> Gujarat
Advertisement
Prev
Next

અનોખા લગ્ન: ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન જોડાયાનો પ્રથમ કિસ્સો: રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવ યોજાયો

રે ગીરસોમનાથના આહીર સમાજના યુવા આગેવાન નથુભાઈ સોલંકીના પુત્રના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં ચેતન અને શૈલેષના લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન આજોઠા ગામેથી નીકળી હતી.

અનોખા લગ્ન: ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન જોડાયાનો પ્રથમ કિસ્સો: રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવ યોજાયો

કૌશલ/ ગીર સોમનાથ: લગ્ન સમારોહમાં કંઈક અલગ કરવાની ઈચ્છા દરેક નવદંપતીને હોય છે. જીવનના પ્રસંગોને યાદગાર બની રહે તેવા તમામ પ્રયાસો દરેક વ્યક્તિ પોતાની રીતે કરે છે. ત્યારે ગીરસોમનાથના આહીર સમાજના યુવા આગેવાન નથુભાઈ સોલંકીના પુત્રના અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં ચેતન અને શૈલેષના લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટર મારફતે વરરાજાની જાન આજોઠા ગામેથી નીકળી હતી. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં જાન જોડાયાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. આહીર સમાજના લગ્નોત્સવમાં પારંપરીક પહેરવેશ સાથે પ્રાચીન સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. રાસ ગરબાની રમઝટમાં ગુજરાતના જાણીતા કલાકારોમાં ગમન સાંથલ, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી.

fallbacks

ગીર સોમનાથ જિલ્લામાં આહીર સમાજના લગ્નોત્સવમાં હેલિકોપ્ટર જાન જોડાતા લોકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. રજવાડી ઠાઠ સાથેની જાનને જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા હતા. આજોઠા ગામના આહીર અગ્રણી નાથુભાઈ સોલંકી દ્વારા શાહી લગ્નોત્સવ ઉજવાયો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જોડાતા નાના ભૂલકાંઓમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. ગામની શાળાના વિદ્યાર્થીઓને હેલિકોપ્ટર સ્થળે લઈ જઈ ભૂલકાંઓનો જમણવાર યોજી ભૂલકાંઓને હેલિકોપ્ટર નજીકથી માણવાનો આનંદ આપ્યો હતો.

fallbacks

Omicron ની દહેશત વચ્ચે ગુજરાતમાં Corona કેસોમાં જબરદસ્ત ઉછાળો, અમદાવાદીઓની ચિંતા વધી

ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા જાનૈયાઓની સાથે માંડવીયા પણ ચકિત રહી ગયા હતા. વરરાજાની અદભૂત ક્ષણ જોઈ સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. સૌકોઈ લોકો હેલિકોપ્ટરમાં આવેલી વરરાજાની જાન જોતા બધા ખુશ થવાની સાથે દંગ રહી ગયા હતા. જાનૈયા ઉપર પુષ્યવર્ષા થતા તેઓ પણ ગેલમાં આવી ગયા હતા. વરરાજા હેલિકોપ્ટરમાં આવતાની સાથે તેનો દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

fallbacks

આજે 'કૌન બનેગા કરોડપતિ' માં ઉમરગામ વલવાડાની પ્રિશા દેસાઈ હોટ સીટ પર દેખાશે, ગ્રુપના 10 સ્પર્ધકોમાં સૌથી નાની

વેરાવળના આહીર સમાજના આગેવાન અને આજોઠા ગામના રહેવાસી નથુ ભાઈ સોલંકીના પુત્ર ચેતન અને તેમના ભત્રીજા શૈલેષની જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી. જેને લઈને નાઘેર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લગ્ન અનોખી રીતે લગ્ન યોજાયા હતા. ત્યારે લગ્ન પ્રસંગે શાહી ઠાઠ સાથે હેલિકોપ્ટરમાં જાન ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More