Home> Gujarat
Advertisement
Prev
Next

પતિને પોતાની જ ભાભી સાથે હતું ઇલું-ઇલું, પત્નીને પણ એવું કરવા માટે મજબુર કરી કે આખરે...

મારી દીકરી પિંકી અને રિશુ સવારે ઉઠ્યા નહોતા. જેના કાણે માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતા બંન્ને મૃત હાલતમાં હતા. તત્કાલ 108ને જાણ કરી હતી. જો કે 108 દ્વારા બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 

પતિને પોતાની જ ભાભી સાથે હતું ઇલું-ઇલું, પત્નીને પણ એવું કરવા માટે મજબુર કરી કે આખરે...

સુરત : શહેરના રાંદેર ઉગત રોડ વિસ્તારમાં માંતાએ પોતાની પુત્રીનું ગળુ દબાવીને હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઇડ નોટમાં પતિના અફેરના કારણે માનસિક ત્રાસ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. મૃતક મહિલાના પિતા અરવિંદભાઇ પરમારે જણાવ્યું કે, મારી દીકરી પિંકી અને રિશુ સવારે ઉઠ્યા નહોતા. જેના કાણે માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતા બંન્ને મૃત હાલતમાં હતા. તત્કાલ 108ને જાણ કરી હતી. જો કે 108 દ્વારા બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 

fallbacks

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પશુઓમાં કોરોના જેવો ભયંકર રોગ ફેલાયો, ઢોર-ઢાંખરને કરવા પડે છે કોરન્ટાઈન!

પિતાએ જણાવ્યું કે, અમારા જમાઇના શારીરિક અને માનસિક ત્રાસથી દિકરીએ આ પગલું ભર્યું હોઇ શકે છે. છેલ્લા સાડા ત્ણ વર્ષથી તેઓ અલગ રહેતા હતા. જમાઇનું પોતાની જ ભાભી સાથે અફેર હતું. જેના કારણે તે અમારી દિકરીને વારંવાર પરેશાન કરતો રહેતો હતો. દિકરી લગ્ન બાદથી જ ખુબ પરેશાન હતી. શારીરિક માનસિક ત્રાસથી તે કંટાળી ચુકી હતી. આખરે કંટાળીને તેણે આ આત્યાંતિક પગલું ભર્યું હોઇ શકે છે. માટે આ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનારા જમાઇ સામે કાર્યવાહી થવી જોઇએ.

'રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા રાતોરાત નકશો બદલાયો': રાજકોટમાં સ્થાનિકોનો આક્ષેપ

સાડા ત્રણ વર્ષથી દીકરી પિયરમાં જ રહેતી હતી. લગ્નના પહેલાથી જ સાસુ અને જમાઇ પ્રેગ્નેન્સીને કારણે માનસિક પરેશાની કરતા હતા. શ્રીમંત એક દિવસ પહેલા દીકરી પિયર આવી હતી. શ્રીમંત વગર જ દીકરીએ દિકરાને જન્મ આપ્યો હતો. ખુબ જ દુખ સહન કરીને પણ તે જમાઇ સાથે રહેતી હતી. જો કે જ્યારે જમાઇને પોતાની જ ભાભી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું ત્યારે અમારી દિકરી ભાંગી પડી હતી. જેથી તે પિયર આવી ગઇ હતી. માનસિક રીતે તે ખુબ જ ભાંગી પડી હતી. 

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વીડિયો વાયરલ, ઉમેદવારોને કહ્યું- બાળકો જાતે મહેનત કરે...

ગર્ભાવસ્થા દરમિયાન સાતમાં મહિને દીકરીના ગર્ભમાં રહેલા બાળકને કમળો થઇ ગયો હતો. તેઓ અનેક હોસ્પિટલોએ દોડી દોડીને દિકરીની સારવાર કરાવી હતી. જો કે સાસરીયાઓ એકપણ વાર આવ્યા નહોતા. જમાઇ પણ એકવાર આવ્યા નહોતા. અમારી માંગ છે કે, મારી દીકરીના હત્યારાઓને કડકમાં કડક સજા થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More