અમદાવાદ : શહેરમાં આડા સંબંધોનાં કિસ્સાઓ સામાન્ય થતા જઇ રહ્યા છે. જો કે આ કિસ્સો તો સામાન્ય વ્યક્તિને વિચારતો કરી મુકે તેવો છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં રહેતા પતિ પત્નીનાં સંબંધમાં તેની જ બહેનના કારણે ભંગાણ થયું છે. બે સંતાનોના પિતા એવા પતિએ બંન્ને બહેનોને સાથે રહેવાનું કહેતા મોટી બહેને ના પાડતા આખરે તે પરણીને સાળીને ઘરવા લઇ આવ્યો હતો. પોતાની સગી બહેનનું ઘર ભાંગે તેમ હોવા છતા પણ પ્રેમમાં આંધળી થયેલી યુવતી લગ્ન કરવા માટે તૈયાર થઇ હતી.
GODHRA: રેલવે અંડરબ્રિજ બનાવવા માટે અપાયેલી ગ્રાન્ટને પાલિકાએ બગીચાના નામે ઉડાવી દીધા
મહિલા દ્વારા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે આખરે પોલીસે મહિલા હેલ્પ લાઇનને આ મુદ્દે પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નહી સમજતા આખરે મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાને પોલીસ ફરિયાદ અંગે સમજ આપવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે, પોતે બીમાર હતી તેથી પોતાની નાની બહેનને સેવા કરવા અને મદદ રૂપ થવા માટે સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. ત્યાર બાદ બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ આગલ વધ્યો હતો. આખરે તે મૈત્રી કરાર કરીને મહિલાની સગી નાની બહેનને જ ઘરે લઇ આવ્યો હતો.
ભાજપ-સંઘ સામસામે? શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવશે તો RSS સાથ આપશે !
મહિલા હેલ્પ લાઇન દ્વારા બંન્નેને સમજાવવાના પ્રયાસો કરાયા હતા. જો કે બંન્ને એકબીજાને છોડવા માટે તૈયાર નહોતી. બહેન જ પોતાની સગી બહેનનું ઘર ભાંગવા માટે તૈયાર થઇ ગઇ હતી. બંન્ને એક બીજાના ગાઢ પ્રેમમાં હોવાથી મહિલાને છુટાછેડા આપવા જણાવ્યું હતું. જેથી આખરે 181 મહિલા અભયમ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં મહિલાની નાની બહેન અને મહિલાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે