નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં એક ડોક્ટર સાથે હનીટ્રેપનો બનાવ બન્યો છે, જેમાં ડોક્ટરને થોડા દિવસ પહેલા અધેવાડા પાસે આવેલ એક ફ્લેટમાં બોલવામાં આવ્યો હતો, જ્યાં ડોકટર ને કેફી પીણું પીવડાવી બેભાન કરી દઈ તેના નગ્ન વિડીયો ઉતારવામાં આવ્યા હતા, અને ત્યાર બાદ આ યુવતી દ્વારા બ્લેકમેલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, ડોક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને ફોરવીલ ની માંગ કરવામાં આવી હતી, જેનો શિકાર બનેલા ડોક્ટરે પોલીસની મદદ માગી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી આ હનીટ્રેપમાં ફસાવનાર યુવતીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
BIG BREAKING: જૂની પેન્શન યોજના અંગે સૌથી મોટા સમાચાર; ગુજરાત સરકારે કર્યો આ ઠરાવ
ભાવનગર શહેરમાં રહેતા એક ડોક્ટર હનીટ્રેપનો શિકાર બન્યા છે. જેમાં મળી રહેલ જાણકારી મુજબ તળાજા તાલુકામાં કોન્ટ્રાક્ટ થી નર્સિંગનું કામ કરતી યુવતીએ ભાવનગર ના ડોક્ટર ને ફસાવવા માટે પ્લાન કર્યો હતો, જેમાં ડોક્ટર સાથે પહેલા સંબંધ કેળવ્યા હતા અને ત્યાર બાદ આ ડોક્ટરને પોતાના ફ્લેટ પર બોલાવ્યા હતા અને ડોક્ટરને કેફી પીળું પીવડાવીને પહેલા બેભાન કર્યા અને ત્યાર બાદ તેના નગ્ન હાલતમાં સાથે ફોટા વિડીયો બનાવ્યા અને તેમના મિત્રોને મોકલ્યા અને ત્યાર બાદ બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું.
ગુજરાત કેડરના કયા 8 IPS અધિકારીઓને અપાયું પોસ્ટિંગ; તમામ જગ્યાઓ નવી ઊભી કરાઈ, જાણો
આ ઘટનામાં ફરિયાદી ડોક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને એક સિફટ કારની માંગ કરવામાં આવી જે મામલે ફરિયાદી ડોક્ટર દ્વારા ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, હાલ પોલીસે યુવતી ને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે, અગાઉ આ રીતે કેટલા લોકોને શિકાર બનાવ્યા છે? કોણ કોણ લોકોને ફસાવ્યા છે? તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલ તો આ સમગ્ર મામલે ભરત નગર પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આટલા દિવસ સુધી ગુજરાતમાં નહીં પડે ઠંડી! ઉભો થયો મોટો ખતરો, આવી રહ્યાં છે 3 વાવાઝોડા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે