Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat માં ઓક્સિજનનો જથ્થો ખુટી ન પડે તે માટે તંત્રની અત્યારથી જ તૈયારી, સરકારે આંકડા મંગાવ્યા

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે તેવામાં કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજા વેવમાં નાગરિકો પ્રાણીઓની જેમ મર્યા તેવું ન થાય તે માટે તંત્ર અત્યારથી જ જરૂરી તમામ સામગ્રી માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ગત્ત વેવમાં જે પણ વસ્તુની અછત સર્જાઇ હતી તે તમામ વસ્તુઓ અત્યારથી જ સ્ટોક કરવાની સાથે સાથે તે દવાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. તે અંગેની તૈયારીઓ આરંભી દેવાઇ છે. 

Gujarat માં ઓક્સિજનનો જથ્થો ખુટી ન પડે તે માટે તંત્રની અત્યારથી જ તૈયારી, સરકારે આંકડા મંગાવ્યા

અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે તેવામાં કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજા વેવમાં નાગરિકો પ્રાણીઓની જેમ મર્યા તેવું ન થાય તે માટે તંત્ર અત્યારથી જ જરૂરી તમામ સામગ્રી માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ગત્ત વેવમાં જે પણ વસ્તુની અછત સર્જાઇ હતી તે તમામ વસ્તુઓ અત્યારથી જ સ્ટોક કરવાની સાથે સાથે તે દવાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. તે અંગેની તૈયારીઓ આરંભી દેવાઇ છે. 

fallbacks

કાલથી કોરોના પ્રિકોર્શન ડોઝની શરૂઆત, કોરોના વોરિયર અને આ લોકો મેળવી શકશે બુસ્ટર ડોઝ

અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી રહેલા કોરોનાના કેસો મામલે સરકાર સતર્ક થઇ ચુકી છે. કોરોનાના કેસો વધે અને હોસ્પિટલાઈઝેશન વધે તો એવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડમાં છે. કોરોનાની બીજી લહેર વખતે ઉભી થયેલી સમસ્યા ના સર્જાય એ માટે દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધાઓનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધે અને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો તેને પુરી કરવા તંત્ર દ્વારા અત્યારથી જ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. 

AHMEDABAD માં કોરોના સ્ફોટક પણ જેણે રસી લીધી છે તે શક્તિમાન, રસી નથી લીધી તે વેન્ટિલેટર પર

તમામ મોટા ઓક્સિજન સપ્લાયરોનું કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના એક્સપ્લોઝીવ ડીપાર્ટમેન્ટ તેમજ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓક્સિજન સપ્લાયરો પાસેથી ડેટા મંગાવવામાં આવી રહ્યો છે. ઈમેઈલ, ટેલિફોનિક, વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સરકાર એકત્ર કરી રહી છે. રોજ ઉત્પાદિત અને ઉપયોગમાં લેવાઈ રહેલા ઓક્સિજનનો ડેટા પ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર સમયે ઓક્સિજનના ઉણપની પૂરતી કરવા ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો 100 ટકા જથ્થો મેડિકલ વપરાશ માટેની ફરજ પડી હતી. 

MORBI બની રહ્યું છે મેક્સિકો: 600 કરોડનાં ડ્રગ્સ બાદ હવે જે મળી આવ્યું તંત્ર દોડતું થયું...

હાલ ફરી રાજ્યભરમાં કોરોના કેસો 5 હજારને પર થઈ ચૂક્યા છે. એવામાં હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ વધે તો તુરંત ઓક્સિજનની પૂરતી કરવાની તમામ તૈયારીઓ કરાઈ રહી છે. ગત વખતે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો મેડીકલમાં વપરાશને લીધે મ્યુકોરમાઇકોસીસના કેસો વધ્યા હોવાનું તજજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું હતું. એવામાં આ વખતે મેડિકલ ઓક્સિજન માટે જરૂરી શુદ્ધતા જળવાઈ રહે તેમજ તમામ SoP નું પાલન કરવા માટે પણ સરકારે ચુસ્ત આદેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More