Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાનાં 122 વિદ્યાર્થીઓનાં વાળ કપાયા

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેના અનુસંધાને સ્વચ્છતાની થીમને ઘ્યાને રાખીને વિધાર્થીઓને સ્માર્ટ લૂક આપવા વિધાર્થીઓના હેરકટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીમાં શહેરના પોટલીયા વોર્ડ વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની શાળા નંબર 26માં અભ્યાસ કરતા 122વિધાર્થીઓના હેર કટિંગ કરવામાં આવ્યા હતા. આ બાબતે બાળકોના વાલીઓની પૂર્વ મંજૂરી મેળવી શાળામાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. 

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાનાં 122 વિદ્યાર્થીઓનાં વાળ કપાયા

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેના અનુસંધાને સ્વચ્છતાની થીમને ઘ્યાને રાખીને વિધાર્થીઓને સ્માર્ટ લૂક આપવા વિધાર્થીઓના હેરકટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીમાં શહેરના પોટલીયા વોર્ડ વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની શાળા નંબર 26માં અભ્યાસ કરતા 122વિધાર્થીઓના હેર કટિંગ કરવામાં આવ્યા હતા. આ બાબતે બાળકોના વાલીઓની પૂર્વ મંજૂરી મેળવી શાળામાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. 

fallbacks

GSTના કાળાકાયદાના વિરોધમાં સમગ્ર GUJARAT ના કાપડના વેપારીઓનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાનગી શાળાઓને ટક્કર આપવા માટે  સ્માર્ટ સ્કૂલ બનાવી માત્ર શાળાઓનું મેક ઓવર ચાલી રહ્યું છે. હવે સ્માર્ટ સ્કૂલના વિધાર્થીઓને પણ સ્માર્ટ લૂક આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેના અનુસંધાને વિવિધ NGO કામે લાગ્યા છે. જેના પગલે વિધાર્થીનું પણ મેક ઓવર થઈ રહ્યું છે. જેને પગલે હવે સ્માર્ટ સ્કૂલના વિધાર્થીઓ પણ સ્માર્ટ લુકમાં જોવા મળશે. સ્વચ્છતાની થીમને ઘ્યાને લઇ બાળકોના નિઃશુલ્ક હેર કટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

યુવરાજનો હુંકાર કાં વોરા નહી કાં અમે નહી: ગુજરાતનાં યુવાન માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ, કાલે સવાણી કરશે પારણા

આ આયોજન અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર જ્યાં ભણ્યા છે તે શાળામાં જ આ આયોજન કરવા આવ્યું. શાળામાં અભ્યાસ કરતા 122 વિધાર્થીઓને હેર કટીંગ કરવામાં આવ્યું. હાલ પ્રાયોગિક ધોરણે આ પ્રયોગ અમદાવાદની કોર્પોરેશન સંચાલિત શાળામાં હાથ ધરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોર્પોરેશનની અન્ય શાળાઓમાં પણ આ પ્રયોગ હાથ ધરાશે. બાળકોના નિઃશુલ્ક હેર કટિંગ કરવાનું આયોજન કરાયું હતું. મહત્વનું છે કે કોઈ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકનો સ્કૂલ ડ્રેસ અને તેનો સ્માર્ટ લૂક સૌ કોઈને આકર્ષે છે. અને ગરીબ અને મધ્યમવર્ગના માતાપિતા પોતાના બાળક માટે આવા  ખર્ચ કરી શકતા નથી. તેવામાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More