અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણ જાણે વેપાર બની ગયું હોય તેવી સ્થિતી ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે. તો બીજી તરફ સરકાર પણ જાણે મજબુર હોય તેવી વર્તણુંક કરી રહી છે. શાળાઓ દ્વારા મનમાની રીતે લોકડાઉન હોવાથી શાળાઓ ચાલુ નહી હોવા છતા ફી વસુલાત ચાલુ કરી દીધી હતી. જેના કારણે વાલીઓમાં ખુબ જ રોષ હતો.
GPCB ના ક્લાસ વન અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ, ધરાવે છે કરોડોની સંપત્તી
જો કે આ અંગે હંમેશાની જેમ હાઇકોર્ટ ફરી એકવાર તારણહાર સાબિત થઇ છે. હાઇકોર્ટ દ્વારા જાહેર હિતની અરજીની સુનવાણી કરતા ખાનગી શાળાના સંચાલકો અને તેમની લાલચી વૃતિ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવવામાં આવી હતી. શાળાઓ દ્વારા ફી નહી ભરનાર વિદ્યાર્થીઓની હકાલપટ્ટીની ધમકી આપવામાં આવી હતી. જેના પર હાઇકોર્ટે રોક લગાવી હતી.
જસદણ: જૂના રેલવે સ્ટેશન પાસે પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
હાઇકોર્ટે પોતાનાં ચુકાદામાં ટકોર કરી કે કોઇ પણ શાળા વેપારીઓ જેવું વર્તન ન કરે. આ એક વ્યવસાય છે ધંધો નહી. માટે શિક્ષણને ધંધો ન બનાવો. શિક્ષણ ધંધો ન બને તે જોવાની જવાબદારી સરકારની પણ છે. સરકાર વાલીઓ અને શાળાઓ સાથે વાટાઘાટો કરીને વચ્ચેનો રસ્તો કાઢે. આ મુદ્દે તમામને ન્યાય મળે તેવો ઉકેલ લાવવામાં આવે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે