Home> Gujarat
Advertisement
Prev
Next

ઐતિહાસિક કિલ્લામાં કચરો નાખ્યો પરંતુ કલાત્મક રીતે, તમે જોઇ થશો દંગ

પારડીમાં આવેલા ઐતિહાસિક કિલ્લા ઉપર આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ઔદ્યોગિક એકમોના વેસ્ટ મટીરિયલમાંથી વિવિધ કલાકૃતિનું નિર્માણ કરી કિલ્લાને સજાવાયો છે. પારડીમાં આવેલા પેશ્વાઈ કિલ્લો નગરની ઐતિહાસિક ધરોહર છે. પરંતુ કેટલાયે વર્ષોથી આ કિલ્લો જર્જરિત હાલતમાં હતો. આંતરરાષ્ટ્રીય કલાકાર સોમુ દેસાઈની નજર તેની પર પડતા આ કિલ્લાને કલાકારો દ્વારા સજાવવા બીડું ઝડપાયું હતું. જેમાં પારડી નગરપાલિકાનો સહયોગ માંગતા પારડી પાલિકા પ્રમુખ ફાલ્ગનીબેન ભટ્ટ અને અન્ય સદસ્યોએ હકારાત્મક પ્રતિસાદ આપતા આ કિલ્લા ઉપર દેશ - વિદેશથી આવેલા કલાકારો દ્વારા કલાકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. જ્યાં ૬ જૂન સુધી જાહેર જનતા માટે કલાકારો એટલે કે આર્ટિસ્ટો એ બનાવેલી કલાકૃતિઓ ખુલ્લી મૂકવામાં આવી છે. 

ઐતિહાસિક કિલ્લામાં કચરો નાખ્યો પરંતુ કલાત્મક રીતે, તમે જોઇ થશો દંગ

જય પટેલ/વલસાડ: પારડીમાં આવેલા ઐતિહાસિક કિલ્લા ઉપર આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ઔદ્યોગિક એકમોના વેસ્ટ મટીરિયલમાંથી વિવિધ કલાકૃતિનું નિર્માણ કરી કિલ્લાને સજાવાયો છે. પારડીમાં આવેલા પેશ્વાઈ કિલ્લો નગરની ઐતિહાસિક ધરોહર છે. પરંતુ કેટલાયે વર્ષોથી આ કિલ્લો જર્જરિત હાલતમાં હતો. આંતરરાષ્ટ્રીય કલાકાર સોમુ દેસાઈની નજર તેની પર પડતા આ કિલ્લાને કલાકારો દ્વારા સજાવવા બીડું ઝડપાયું હતું. જેમાં પારડી નગરપાલિકાનો સહયોગ માંગતા પારડી પાલિકા પ્રમુખ ફાલ્ગનીબેન ભટ્ટ અને અન્ય સદસ્યોએ હકારાત્મક પ્રતિસાદ આપતા આ કિલ્લા ઉપર દેશ - વિદેશથી આવેલા કલાકારો દ્વારા કલાકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. જ્યાં ૬ જૂન સુધી જાહેર જનતા માટે કલાકારો એટલે કે આર્ટિસ્ટો એ બનાવેલી કલાકૃતિઓ ખુલ્લી મૂકવામાં આવી છે. 

fallbacks

અમદાવાદનાં નિકોલમાં 3 કિલો સોનાની લૂંટથી ચકચાર

ખાસ વાત એ છે કે, આ કલાકતિઓના નિર્માણ માટે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા સ્ટેપ મટીરિયલ જેવો કે પેપર વેસ્ટ, લાકડા, દોરી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂળ પારડીના વતની આંતરરાષ્ટ્રીય કલાકાર સોમુ દેસાઈ, હંગેરીથી પ્રોફેસર ડોકટર છે રોઝ ઈસ્તવાન, ફાન્સથી ફેડ માર્ટિન, સાઉથ કોરિયાથી પાર્ક જાણ ફંગ ધાનાથી પેટ્રિક ટેગો, ઈગ્લેન્ડથી ઈવાન સ્મિથ, મેકેડોનીયાથી અતાનાસ અન્તાનાસોસિક, જાપાનથી ક્રિયાઓ લિ. યુ.કેથી ફેનીપાવારી, ભારતીય કલાકારોમાં જયપુરથી સિદ્ધાર્થ કરવાલ, દિલ્હીથી રીન્ક ચૌહાણ, વડોદરાથી નિમેષ પટેલ, ભાવિન મિસ્ત્રી, મુંબઈથી ઉન્નતિ સિંહ, ઉદવાડાથી કૈનાઝ પારડીવાલા તેમજ સોમુ દેસાઈએ વિવિધ કલાકૃતિઓનું સર્જન કરી દેશ - વિદેશમાં પારડીનું નામ રોશન થાય એવા પ્રયત્ન કર્યા હતા.

વડોદરા પાલિકા લોકો પાસેથી ભીનો-સુકો કચરો અલગ ઉઘરાવીને ભેગો કરી દે છે!

આ કાર્યમાં સાંસદ ડોકટર કે.સી.પટેલ, ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ કનુભાઈ દેસાઈએ સમગ્ર પ્રોજેક્ટમાં નાણાકીય તેમજ અન્ય ઉપયોગી સહાય દીપકભાઈ દેસાઈ, ડૉ. તપનભાઈ દેસાઈ, ડૉ.કિશોરભાઈ નાડકર્ણી, ડૉ . એમ .એમ. કુરેશી, દારાભાઈ પારડીવાલાએ આપી હતી. આ તમામના સહયોગ થકી વલસાડ જિલ્લાનો પારડીશહેરનો ખંડેર બની ગયેલ કિલ્લો હવે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More