Home> Gujarat
Advertisement
Prev
Next

પતિ-પત્ની Movie જોવા ગયા, અચાનક રસ્તા પર આવીને મારામારી કરવા લાગ્યા...

SG હાઇવે પર મૂવી જોવા ગયેલા પત્ની વચ્ચે અચાનક કોઇ મુદ્દે વાત વણસી અને મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી. પત્નીનાં મોબાઇલમાં પતિએ અન્ય પુરૂષ સાથેની પોતાની પત્નીનું ચેટ વાંચી જતા ધુંવાપુંવા થઇ ગયા હતા. પોતાની પત્નીને થિયેટરની બહાર લઇ જઇને બોલાચાલી કરીને લાફા ઝીંકી દીધા હતા. જેથી યુવતી ચક્કર ખાઇને ફસડાઇ પડી હતી. જેના કારણે આસપાસ રહેલા લોકો એકત્ર થઇ ગયા હતા. વાત એટલી બધી વણસી ગઇ હતી કે મુદ્દો ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો.

પતિ-પત્ની Movie જોવા ગયા, અચાનક રસ્તા પર આવીને મારામારી કરવા લાગ્યા...

અમદાવાદ : SG હાઇવે પર મૂવી જોવા ગયેલા પત્ની વચ્ચે અચાનક કોઇ મુદ્દે વાત વણસી અને મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી. પત્નીનાં મોબાઇલમાં પતિએ અન્ય પુરૂષ સાથેની પોતાની પત્નીનું ચેટ વાંચી જતા ધુંવાપુંવા થઇ ગયા હતા. પોતાની પત્નીને થિયેટરની બહાર લઇ જઇને બોલાચાલી કરીને લાફા ઝીંકી દીધા હતા. જેથી યુવતી ચક્કર ખાઇને ફસડાઇ પડી હતી. જેના કારણે આસપાસ રહેલા લોકો એકત્ર થઇ ગયા હતા. વાત એટલી બધી વણસી ગઇ હતી કે મુદ્દો ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યો હતો.

fallbacks

બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવી રીતે પરિપત્રમાં સુધારો કરાશે
એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ બોડકદેવમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીનો હાલ અભ્યાસ ચાલી રહ્યો હોવાનાં કારણે તે પોતાનાં માતા-પિતાની સાથે રહે છે. સોમવારે સાંજે પતિ-પત્ની એસજી હાઇવે પર સફલ મોન્ડિકલ રિટેલ પાર્કનાં એક થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. ઇન્ટરવલમાં યુવતી વોશરૂમ ગઇ ત્યારે પોતાનો મોબાઇલ પતિને આપીને ગઇ હતી. પતિએ વ્હોટ્સએપ ચેક કરતા તેને કોઇ પુરૂષ સાથે ઘણા લાંબા ચેટ થયા હોવાથી પતિએ આ અંગે સ્પષ્ટતા માંગી હતી.

સવર્ણ આગેવાનોએ સરકાર સામે બાંયો ચડાવી,સમાજને અન્યાય નહી થવા દઇએ
જો કે પતિએ જ્યારે આ અંગે પુછ્યું તો યુવતી ઉશ્કેરાઇ ગઇ હતી. બંન્ને થિયેટરની બહાર જઇને બોલાચાલી થઇ હતી અને વાત મારામારી સુધી પહોંચી હતી. આખરે પતિએ ગાળાગાળી કરીને યુવતીને 4 લાફા ઝીંકી દેતા યુવતી ચક્કર ખાઇને નીચે ફસડાઇ પડી હતી. આસપાસ લોકો એકત્ર થવા લાગતો પતિ ત્યાંથી જતો રહ્યો હતો. યુવતી રિક્ષા કરીને ઘરે પહોંચી હતી. સમગ્ર મુદ્દે પરિવારને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More