Home> Gujarat
Advertisement
Prev
Next

પતિએ પત્નીને કહ્યું ફિલ્મોમાં દેખાડે તેવો વાઇલ્ડ રોમાન્સ કરવો છે અને પછી તાવી જ વડે કર્યું એવું કામ કે...

અમદાવાદમાં એવા એવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે કે, જેના કારણે ન માત્ર નાગરિકો પરંતુ પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે, આજે ફરી એકવાર આવો આશ્ચર્યજનક કેસ સામે આવ્યો છે

પતિએ પત્નીને કહ્યું ફિલ્મોમાં દેખાડે તેવો વાઇલ્ડ રોમાન્સ કરવો છે અને પછી તાવી જ વડે કર્યું એવું કામ કે...

અમદાવાદ : શહેરમાં પતિએ તેની પત્નીનું ગળું દબાવી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. જે મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ હત્યારા પતિની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ નોંધાયો છે. શહેરમાં પતિએ કરી પત્નીની હત્યા કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘર કંકાસ પત્નીનો જીવ લીધાની વધારે એક ઘટના સામે આવી છે. શાહઆલમમાં આવેલ બંગાળી વાસમાં હત્યાનો બનાવ બન્યો છે. મૂળ ગામનું મકાન વેચવા બાબત પર ઝગડો થયો અને તે હત્યામાં પરિણમ્યો હતો. આરોપી પતિ પત્નીના નામ પર પોતાના નામ પર મકાન કરવા ઈચ્છતો હતો. પત્નીએ પતિને મકાન નામે કરવાની ના પડતા મામલો બીચક્યો અને હત્યા કરી હતી. આરોપી પતિના આ ત્રીજા લગ્ન હતા. આરોપી મૂળ કલકત્તાનો રહેવાસી છે. સામાન્ય બોલાચાલીમાં પત્નીએ પહેરેલા તાવીજ વડે જ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી છે.

fallbacks

આમ જ ચાલ્યું તો કોરોનાના લાખો ખાટલા ઘેર ઘેર હશે, નવા આંકડા જાણીને સીધી ગામડાની જ બસ પકડશો

ઇસનપુર પોલીસને 25 ડિસેમ્બરે જાણ થઈ કે ચંડોળા તળાવ પાસે શાહઆલમ વિસ્તારમાં બંગાળી વાસમાં હત્યાનો બનાવ બન્યો છે. જે બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, પતિએ તેની જ પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો. જે ઘટનામા ઇસનપુર પોલીસે ફરાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ઇસનપુર પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મૃતક મહિલાનું નામ હલીમા બીબી ઉર્ફે મેરીના બીબી છે. જે મૂળ કલકત્તાની રેહવાસી છે. મૃતક મહિલાએ કમરુલ રજાક શેખ સાથે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. 

જો ગુજરાત સરકાર આ સમસ્યાનો ઉકેલ નહી લાવે તો ઘરે ઘરે ખેલાશે ખુનની હોળી, ભાઇ સગા ભાઇનો દુશ્મન બનશે

જેમાં પતિ બંગાળમાં રહેતો અને ક્યારેક ક્યારે શાહઆલમ બંગાળી વાસમાં આવતો રહેતો. હત્યાના બેથી ત્રણ દિવસ પહેલા કમરુલ શેખ શાહઆલમ આવ્યો હતો. જ્યાં બને વચ્ચે ઝઘડો થતા કમરુલ શેખે તેની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ફરાર થઈ ગયો હતો. જેની જાણ આસપાસ ના લોકો અને કમરુલના દીકરાને થતા પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ફરાર હત્યારાના પતિની શોધખોળ હાથ ધરી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે, મૃતક અને તેની હત્યારા પતિના આ ત્રીજા લગ્ન હતા છે. 

SURAT: બુલેટ ટ્રેનનાં હાર્ટ સમાન કાસ્ટિંગ યાર્ડની CM પટેલે લીધી મુલાકાત, કર્યા મહત્વના સુચન

જેમાં આરોપી પતિની પૂર્વ બે પત્નીઓ  બંગાળમાં જ રહે છે. તેમજ આરોપી પતિ કમરુલ ક્યારેક તેની પત્નીને મળવા અમદાવાદ આવતો રહેતો ત્યારે હત્યા ની ના દિવસે આરોપી પતિ  કમરુલ શેખ અને મૃતક હલીમા બીબી વચ્ચે કલકત્તા ખાતેના મકાનને લઈને ચર્ચા થઇ હતી. જે મકાન મૃતક પત્ની હલીમા બીબીના નામે દસ્તાવેજ હતા. આરોપી પતિએ મકાન પોતાના નામ પર દસ્તાવેજ કરાવીને વેચવા માંગતો હતો. જે મૃતક પત્ની હલીમા બીબી ઈચ્છતી ન હતી. જેથી હલીમા બીબીએ પતિને ના પડી હતી. મકાન તેના નામે કરવાની અને બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થઇ જતાં આરોપી પતિએ ગળું દબાવી હત્યા કરી ફરાર થઇ રહ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ટેકનિકલ માહિતીના આધારે ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More