Home> Gujarat
Advertisement
Prev
Next

12 વર્ષના પ્રેમલગ્નનો ખુની અંજામ, પત્ની સહિત સાસરિયાએ મળી કરી પતિની હત્યા

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે પત્નીએ પોતાના પરિવારજનો સાથે મળી પતિની હત્યા કરી છે. 
 

12 વર્ષના પ્રેમલગ્નનો ખુની અંજામ, પત્ની સહિત સાસરિયાએ મળી કરી પતિની હત્યા

ઉદય રંજન, અમદાવાદઃ ઘણીવાર પતિ-પત્ની વચ્ચે મનમેળ ન બેસે...ત્યારે એક બીજા સાથે વાત કરી સમાધાન કરવામાં સમજદારી છે...પરંતુ અમદાવાદના નારોલમાં 12 વર્ષના પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો છે...પતિ-પત્ની વચ્ચે મનમેળ ન આવતા પત્ની છેલ્લા 3 વર્ષથી પિયરમાં રહેતી હતી...જો કે એક દિવસ પતિ દીકરીને રમાડવા માટે જતા તેની પત્ની અને સાસુ સાથે બોલાચાલી થઈ...મામલો વધુ ઉગ્ર બનતા પત્ની સહિત સાસરિયાઓએ પતિને ઢોર માર મારી તેનું ઢીમ ઢાળી દીધું...શું છે સમગ્ર ઘટના આવો જોઈએ આ રિપોર્ટમાં..

fallbacks

અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા આ 3 શખ્સોને જુઓ...પતિની હત્યાના આરોપમાં પોલીસે પત્ની જુલી, સાસુ માંકુવર ઉર્ફે રેવાબેન ક્રિશ્ચન અને સાળા જોન્ટી ક્રિશ્ચનની ધરપકડ કરી છે...આ ત્રણ શખ્સોએ યુવાનની હત્યા શા માટે કરી તે એક સવાલ છે.

પોલીસે મૃતકના ભાઈ સ્ટિવનની ફરિયાદના આધારે પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી છે...પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સામે આવ્યું કે સ્વપ્નિલ મેકવાને 2012માં જુલી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા...આ દરમિયાન બંનેએ એક દીકરીને પણ જન્મ આપ્યો...જો કે થોડા વર્ષ બાદ મનમેળ ન બેસ્તા બંને વચ્ચે ઝઘટા થતા હતા...જેથી કંટાળીને જુલી પોતાના પિયર જતી રહી...પતિથી દૂર રહી પત્ની અને દીકરી છેલ્લા 3 વર્ષથી પિયરમાં રહેતા હતા...જો કે એક દિવસ પતિને પોતાની દીકરીને મળવાની ઈચ્છા થતા પત્નીના ઘરે ગયો...જો કે પત્ની, સાસુ અને સાળાએ ઢોર માર મારતા યુવાનનો જીવ લઈ લીધો.

હાલ તો પોલીસે હત્યામાં સામેલ પત્ની, સાસુ અને સાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે...જોકે પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળનું કારણ પુત્રીને નહીં રમાડવા દેવાનું જ છે કે અન્ય કોઈ જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More