Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર: શિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના, લોકો ભયનો માહોલ

ભાવનગરના સિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ગતરાત્રીના સમયે ઘટના બનવા પામી હતી. ઘાંઘળી ગામે રહેતા એક દેવીપૂજક દંપતી પર લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા કરી નાસી છૂટ્યા હતા. વાડીમાં વિસ્તારમાં ઘરમાં રહેલા સોના ચાંદીના 85000 ઘરેણાંની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

ભાવનગર: શિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના, લોકો ભયનો માહોલ

ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: ભાવનગરના સિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ગતરાત્રીના સમયે ઘટના બનવા પામી હતી. ઘાંઘળી ગામે રહેતા એક દેવીપૂજક દંપતી પર લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા કરી નાસી છૂટ્યા હતા. વાડીમાં વિસ્તારમાં ઘરમાં રહેલા સોના ચાંદીના 85000 ઘરેણાંની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. 

fallbacks

હુમલાખોરોના હુમલામાં દંપતીને ગંભીર ઇજાઓ થતા ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિ સંજય પરમારનું મોત થયું હતું તો પત્નીને મોઢાના ભાગે ઈજાઓ થઇ હતી. જેથી તેને સર.ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

અરવલ્લી: ચાર ઇસમોએ સાધુ-સંતોને માર્યો દોરડા વડે ઢોરમાર, વીડિયો વાયરલ

ઘટનાને પગલે પોલીસ ફરિયાદ બાદ આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. જીલ્લામાં વારંવાર વાડી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. અગાવ પણ વૃદ્ધ દંપતીની રાત્રીના સમયે ક્રૂર હત્યા થઇ હતી. અને હવે ફરી સિહોરના ઘાંઘળી ગામે બનાવ બનતા વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More