Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના કરજણમાં 7 વર્ષની બાળકી પર ચોકલેટની લાલચે દુષ્કર્મથી ચકચાર

કરજણ તાલુકાના સાંગાડોલ ગામમાં સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે તેનું અપહરણ કરી યુવાને દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો. સાંગાડોલ ગામના આ બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે જ વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં દુષ્કર્મની 7 ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં 4 બાળકી, એક વિદ્યાર્થીની, 4 યુવતી દુષ્કર્મનો ભોગ બની છે.

વડોદરાના કરજણમાં 7 વર્ષની બાળકી પર ચોકલેટની લાલચે દુષ્કર્મથી ચકચાર

વડોદરા : કરજણ તાલુકાના સાંગાડોલ ગામમાં સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે તેનું અપહરણ કરી યુવાને દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ મથકમાં નોંધાયો હતો. સાંગાડોલ ગામના આ બનાવ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે જ વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં દુષ્કર્મની 7 ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં 4 બાળકી, એક વિદ્યાર્થીની, 4 યુવતી દુષ્કર્મનો ભોગ બની છે.

fallbacks

Gujarat Corona Update: 1161 નવા કેસ, 1270 દર્દી સ્વસ્થ થયા, 9 લોકોનાં મોત નિપજ્યાં

કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે શિનોર તાલુકાના દિવેર ગામનો વતની કાર્કિત કાલિદાસ વસાવા મજુરી કામ માટે કરજણ તાલુકાના સાંગડોલ ગામમાં ગયો હતો અને ત્યાં આવેલા વસાવા ફળિયામાં ભાડાના મકાનમાં રહેતા હતા. 15 ઓક્ટોબરના રોજ બપોરે ચાર વાગ્યાના સુમારે કાર્તિક વસાવાએ ફળિયામાં રહેતી સાત વર્ષની બાળકીને ચોકલેટની લાલચે બાળકી તેની સાથે ગઇ હતી. ત્યાર બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી અને માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

ગુજરાતમાં જંગલરાજ? અમદાવાદમાં માત્ર 200 રૂપિયા માટે યુવકની જાહેરમાં હત્યા

દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને પીડા સહન નહી થવાનાં કારણે તે રડવા લાગી હતી. જેથી કાર્તિક તેને ઘરે મુકીને ફરાર થઇ ગોય હતો. દરમિયાન બાળકી રડતા રડતા ઘરની બહાર આવી હતી. ફળીયાના લોકોએ રડતી બાળકીને જોઇને કારણ પુછ્યું હતું. બાળકીએ રડતા રડતા પોતાની સાથે કાર્તિક વસાવાએ કરેલા કડત્ય અંગે વાત કરતા ફળીયાના લોકો ચોંકી ઉઠ્યા હતા. જો કે નાનકડા ગામમાં આવી ઘટના બનતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ હતી.

સરકારી નોકરીની ભરતી જોઇને લલચાશો નહી, સાયબર ક્રાઇમે કર્યો મોટા કૌભાંડનો પર્દાફાશ

1 મહિનામાં દુષ્કર્મની 7 ધૃણાસ્પદ ઘટના
વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનામાં દુષ્કર્મની 7 ઘટનાઓ સામે આવતા ચકચાર. જેમાં બાળકીઓ, યુવતીઓ અને વિદ્યાર્થીની સહિત 8 દુષ્કર્મના કેસ સામે આવ્યા છે. 4 બાળકી એક વિદ્યાર્થીની અને 4 યુવતીઓ દુષ્કર્મનો ભોગ બન્યા છે. આ ઘટનામાં લગ્નની લાલચે અને નોકરીના સ્થળો પર શોષણ થયું હોવાનું સામે આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More