Home> Gujarat
Advertisement
Prev
Next

CM રૂપાણીના અધ્યક્ષતામાં ભાજપના MLAની બેઠક, રાજ્યસભાની ચૂંટણી અંગે થશે ચર્ચા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળશે અને રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી તેમજ 2 જુલાઇથી શરૂ થઇ રહેલા વિધાનસભાના બજેટ સત્રના સંદર્ભમાં ધારાસભ્યો સાથે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

CM રૂપાણીના અધ્યક્ષતામાં ભાજપના MLAની બેઠક, રાજ્યસભાની ચૂંટણી અંગે થશે ચર્ચા

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળશે અને રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી તેમજ 2 જુલાઇથી શરૂ થઇ રહેલા વિધાનસભાના બજેટ સત્રના સંદર્ભમાં ધારાસભ્યો સાથે માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

fallbacks

વિધાનસભાના સત્ર પહેલા ભાજપની મળનારી આ બેઠકમાં તમામ મોટા નેતાઓ તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠકમાં હાજરી આપશે. 2 જુલાઇએ મળનારા વિધાનસભાના સંકુલ માટે યોજનારી આ બેઠકમાં તમામ ધારાસભ્યોને રાજ્ય સરકારના કરેલા પ્રજાના કામોથી માહિતગાર કરવામાં આવશે. 

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી

જુઓ LIVE TV:

ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકોને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. અને આ રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને ધારાસભ્યો સાથે મનોમંથન કરવામાં આવશે. સાથે જ રાજ્યની હાલની પરિસ્થિતિ તેમજ સરકાર દ્વારા જનહિત માટે લોકો માટે કરવામાં આવેલા કામો અંગે ધારાસભ્યોને માહિતગાર કરાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More