Home> Gujarat
Advertisement
Prev
Next

ઉભા ઉંટને મીઠુ ખવડાવે તેટલી ઉંમરના પ્રિન્સિપાલ મહિલા સાથે ફરાર થઇ ગયા અને પછી...

તાલુકામાં ખુબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય બે સંતાનોની માતાને ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગત્ત 24 જૂનના દિવસે આ લોકો ભાગી જતા દોડધામ મચી હતી. આ કિસ્સાની માહિતી સમગ્ર તાલુકામાં વાયુવેગે પ્રસરી હતી. બંન્નેના સંતાનો પણ મોટી ઉંમરના હોવાના કારણે બંન્નેના પરિવારને પણ નીચા જોણી થઇ હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આ ઘટના પહોંચી હતી. આખરે પરિવાર દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક કહેવત અનુસાર ઉભા ઉંટને મીઠુ ખવડાવે તેટલી ઉંમર હોવા છતા બાલિશ હરકત કરતા આ પ્રિન્સિપાલ પર સમાજમાં વ્યંગ થઇ રહ્યા છે તો એક તબક્કો તેમની આ હરકત પર થું થું કરે છે.

ઉભા ઉંટને મીઠુ ખવડાવે તેટલી ઉંમરના પ્રિન્સિપાલ મહિલા સાથે ફરાર થઇ ગયા અને પછી...

મોડાસા : તાલુકામાં ખુબ જ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. તાલુકાની એક પ્રાથમિક શાળાનો આચાર્ય બે સંતાનોની માતાને ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગત્ત 24 જૂનના દિવસે આ લોકો ભાગી જતા દોડધામ મચી હતી. આ કિસ્સાની માહિતી સમગ્ર તાલુકામાં વાયુવેગે પ્રસરી હતી. બંન્નેના સંતાનો પણ મોટી ઉંમરના હોવાના કારણે બંન્નેના પરિવારને પણ નીચા જોણી થઇ હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આ ઘટના પહોંચી હતી. આખરે પરિવાર દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આચાર્ય અને મહિલાની શોધખોળ આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક કહેવત અનુસાર ઉભા ઉંટને મીઠુ ખવડાવે તેટલી ઉંમર હોવા છતા બાલિશ હરકત કરતા આ પ્રિન્સિપાલ પર સમાજમાં વ્યંગ થઇ રહ્યા છે તો એક તબક્કો તેમની આ હરકત પર થું થું કરે છે.

fallbacks

નવો નિર્ણય: સરકાર હવે પાણીનું પણ ઉઘરાણું કરશે, પોતાનો બોરવેલ હોય તો પણ પૈસા ચુકવવા પડશે

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શાળાના આચાર્ય બે બાળકોના પિતા છે. જ્યારે મહિલાને પણ બે બાળકો છે. આધેડ ઉંમરનું આ પ્રેમી યુગલ ભાગી જતા ટાઉનમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ ફરિયાદ બાદ ખ્યાલ આવ્યો કે આ પ્રેમી પંખીડા ચોટિલા વિસ્તારમાં છે. જે બાદ પરિવારજનો આ લોકોને શોધીને મોડાસા લઇ આવ્યા હતા. મોડાસા પોલીસમાં મહિલાને પહેલા રજુ કરીને ઘરે લઇ ગયા હતા. જો કે આ કિસ્સાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં વાયુવેગે પ્રસરી હતી. 

ભાવનગરમાં બનશે રાવણનું ભવ્ય મંદિર, મહાદેવનાં તમામ ભક્તો માટે લંકેશ હંમેશાથી આદર્શ

હાલ તો પોલીસે બંન્નેને મોડાસા ટાઉન ખાતે લાવવામાં આવ્યા છે. પરિવાર દ્વારા બંન્નેને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ બંન્નેને પોલીસે પોતપોતાના ઘરે મોકલી આપાયા છે. જો કે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. લોક મુખે માત્ર એક જ વાત છે કે, આટલી મોટી ઉંમરે પણ શિક્ષક કક્ષાની વ્યક્તિ આવી હરકત કરી શકે છે. જેના હાથમાં સેંકડો બાળકોનું ભવિષ્ય છે તે શિક્ષક જ આવી હરકતો કરશે તો પછી અન્ય પાસેથી તો શું અપેક્ષા રાખી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More