Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો બન્યો પ્રતિબંધિત વિસ્તાર, જાણો કેમ લેવાયો નિર્ણય

સોમનાથના વેરાવળના દરિયે ચોપાટીના નિર્માણમાં અસામાજીક તત્વોના ત્રાસથી મેજીસ્ટ્રેટે જાહેર કર્યો પ્રતિબંધિત વિસ્તાર

ગુજરાતનો સૌથી સુંદર દરિયા કિનારો બન્યો પ્રતિબંધિત વિસ્તાર, જાણો કેમ લેવાયો નિર્ણય

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં કરોડોના ખર્ચે ચોપાટીનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યારે અહિંના અસામાજીક તત્વો વિકાસના કામોમાં અડચણરૂપ બન્યા છે. જીલ્લા મેજીસ્ટ્રેટને ચોપાટીના કામને વેગવંતુ બનાવવા પ્રતીબંઘાત્મક જાહેરનામું બહાર પાડવાની ફરજ પડી આ વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન કરીને નશાખોર પ્રવૃતિ અને ધૂમ સ્ટાઇલના બાઇક સ્ટંટ કરી વિકાસના કામોમાં અડચણરૂપ બની રહ્યા છે.

fallbacks

ગુજરાતના સૌથી સુંદર દરિયે અસામજીક તત્વોનો ત્રાસ
ગુજરાત માટે ગૌરવ સમાન અને ગોવા જેવા જ સમુદ્ર તટ પર આકર્ષક ચોપાટીના નિર્માણ માટે રાજય સરકારે કરોડોના ખર્ચે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના સમુદ્ર તટે ચોપાટીના નિર્માણ માટે કાર્ય શરૂ કર્યું છે. 11 માસમાં પુર્ણ કરવાનુ ચોપાટીનું કામ આજે ત્રણ-ત્રણ વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહયું છે. અને આ માટે જવાબદાર વેરાવળના અસામજીક તત્વો નો ત્રાસ છે.

fallbacks

બાઇક સ્ટંટ કરતાં તત્વો એ ચોપાટી ને બાનમાં લીઘી
વેરાવળ ચોપાટીના નિર્માણનું કામ કરતી એજન્સીના સુપરવાઇઝરના જણાવ્યા મુજબ ચોપટીના કામમાં સતત અસામજીક તત્વોનો અવરોઘ ઉભો થતો રહયો છે. અહીં ચરસ ગાંજો અને અફીણ નું સેવન કરતા નશાખોરો અને ઘુમ સ્ટાઇલથી બાઇક સ્ટંટ કરતાં તત્વો એ ચોપાટી ને બાનમાં લીઘી છે અહીં અમારા દ્વારા તૈયાર કરવામાં આવતા કામોમાં ભયંકર તોડ ફોડ કરવામાં આવે છે. આટલું જ નહીં અમારા કર્મચારીઓ જો તેમને અટકાવે તો માર પણ મારવામાં આવે છે.જેથી અહીં કામ કરવા માણસો તૈયાર નથી. આ બાબતે જવાબદાર તંત્ર ને અનેક વાર રજૂઆત કરેલ છે.

fallbacks

મેજીસ્ટ્રેટે જાહેર કર્યો પ્રતિબંધિત વિસ્તાર
વેરાવળમાં કરોડોના વિકાસ કાર્યમાં અસામાજીક તત્વોની દખલગીરી અંગે આખરે જીલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવેલ છે અને વેરાવળ ચોપાટીનું નિર્માણ કાર્ય વેગવંતુ બને તે માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વેરાવળ ચોપાટી પર એક સપ્ટેમ્બરથી આગામી 60 દીવસ સુઘી ચોપાટીના નિર્માણ કાર્યની જગ્યાને પ્રતિબંઘીત વિસ્તાર જાહેર કરી કોન્ટ્રાકટ અને કારીગરો સીવાયના લોકો પર પ્રવેશ પર પ્રતિબંઘ ફરમાવતું જાહેર નામું પ્રસિઘ્ઘ કરવામાં આવ્યું છે. આ જાહેર નામાની કડક અમલવારી માટે જીલ્લા પોલીસ અઘિક્ષક સહીતના અઘિકારીઓને તાકીદ પણ કરવામાં આવી હોવાનું જીલ્લાના નિવાસી અઘિક કલેકટર એચ.આર મોદીએ મીડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More