ઉદય રંજન/અમદાવાદ: શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂથ અથડામણ બાદ હત્યાની ઘટના સામે આવી છે. જૂથ અથડામણ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ જ કરી હતી. ત્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી બી કોલોની પાસે એક યુવકે પોતાના જ મિત્રને છરી મારી મોત નીપજાવી હોવાનું સામે આવ્યું છે.
અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-કોહલીની વાપસી
શનિવારે સવારના 10 વાગે આસપાસ જીગ્નેશ સોલંકી નામના યુવકે પોતાના મિત્ર યોગેશ મહેરીયા પાસે ઉછીના પૈસા માંગ્યા હતા, જે પૈસા યોગેશ દ્વારા આપવાની ના પાડતા બોલાચાલી થતા જીગ્નેશે પોતાની પાસે રહેલી છરીથી યોગેશને ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોર્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ
આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મૃતકના કાકા અનિલ મહેરીયા એ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનું કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી ગુનામાં સામેલ જીગ્નેશ નામના આરોપીની ધરપકડ કરી છે.
સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ
આરોપીની તપાસમાં સામે આવ્યું કે તેણે ફરિયાદીના ભત્રીજા યોગેશ પાસેથી ઉછીના 100 રૂપિયા માંગ્યા હતા અને જે યોગેશે તેને ન આપતા આરોપી જીગ્નેશ સોલંકીએ ઝઘડો કરીને યોગેશને છાતીના ભાગે અને શરીરના અન્ય ભાગે શરીરના ઘા મારતા તેની હત્યા કરી હતી. પકડાયેલા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાથી હાલ તો આ મામલે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કંઈક તો થઈ રહ્યું છે! જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરીમાં પણ આ તારીખોમાં પડશે ભારે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે