Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતીનો હાથ કપાયેલા મૃતદેહ મળી આવ્યો હવે આ સમગ્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ગત તા. 22 માર્ચના રોજ સાંજના સમયે મુજાર ગામડીની સીમમાંથી એક યુવતિની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં 19 વર્ષીય તૃષાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા કલ્પેશને દબોચી લીધો હતો.

યુવતીનો હાથ કપાયેલા મૃતદેહ મળી આવ્યો હવે આ સમગ્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

વડોદરા : શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ગત તા. 22 માર્ચના રોજ સાંજના સમયે મુજાર ગામડીની સીમમાંથી એક યુવતિની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં 19 વર્ષીય તૃષાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા કલ્પેશને દબોચી લીધો હતો.

fallbacks

સરકાર ભરતી નહી કરે તો નકલી પોલીસની આખી ફોજ બનશે! બે યુવાનોની ધરપકડ

તૃષા સોલંકી હત્યા કેસ માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સફડ કામગીરીના કારણે મહત્વના પુરાવા શોધી કાઢી હતા. બનાવના દિવસે આરોપીને શોધવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં અમને સફળતા મળતા તૃષા સોલંકીના હત્યારા કલ્પેશ ઠાકોરને દબોચી લીધો હતો. કલ્પેશની વધુ પુછતાછ કરવાની હોવાથી તેના 3 દિવસના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન તેમજ અતિ મહત્વના પુરાવા એકઠા કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ તેના મહત્વના પુરાવા એકત્ર કરી આજે સાતમાં દિવસે ક્રાઇમ બ્રાન્ચ 300 કરતા વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.

અમદાવાદમાં પણ અફઘાનિસ્તાન જેવી સ્થિતિ: એક જ પરિવારનાં 4 લોકોની હત્યા, પોલીસને લોકોએ જાણ કરી

જેમાં સાઇન્ટીફીક એવિડન્સ, ફોરેન્સીક રિપોર્ટ, મેડિક્લ રિપોર્ટ, સીસીટીવી ફુટેજ, ફોન કોલ ડીટેઇલ્સ, સૈંયોગીક પુરાવા એકત્ર કરાયા તથા 3 સાક્ષીઓના 164 હેઠળના નિવેદન સહિત 98 સહેદોના નિવેદન નોંધવામાં આવ્યાં છે. જે ચાર્જશીટમાં મહત્વના પુરાવા છે. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટાનાનુ રિકન્સ્ટ્રકશન કરવાની સાથે અનેક મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. પ્રથમ તબક્કેથી જ આ ઘટના પ્રિ-પ્લાન હોય તેવુ લાગી રહ્યું હતુ. જેથી કલ્પેશના રિમાન્ડ દરમિયાન આ બાબતે પુછતાછ કરતા, તૃષાની હત્યાના એક દિવસ અગાઉ તેને સ્થળની રેકી કરી હતી અને ત્યારબાદ બીજી દિવસે ઘટનાને અંજામ આપ્યો હતો. 

13 વર્ષની ટેણી અનેક ભાષાઓમાં ગીત ગાય છે, 80 થી વધારે ગીત તો કંઠસ્થ છે

ACP ડી.એસ ચૌહાણે એમ પણ જણાવ્યું કે, 300 પાના કરતા વધુ પાનની ચાર્જશીટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે કોર્ટમાં દાખલ કરવામાં આવશે. રાજ્યમાં અનેક જગ્યાએ સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ છે, પરંતુ વડોદરાનો પ્રથમ કિસ્સો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ ઘટનાના સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More