અતુલ તિવારી/અમદાવાદ: આવતીકાલે ફરી એકવાર NEET ની પરીક્ષા યોજાશે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે જરૂરી એવી NEET ની પરીક્ષાનું આયોજન સમગ્ર દેશમાં કરાશે. NEET ની પરીક્ષાનો સમય બપોરે 2 વાગેથી 5 વાગ્યા સુધીનો રહેશે. દેશભરમાંથી અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અગાઉ 13 સપ્ટેમ્બરે યોજાયેલી NEET ની પરીક્ષા આપી ન શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને અપાશે તક. કોરોનાગ્રસ્ત હતા અથવા કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં રહેતા હોવાથી પરીક્ષા આપવાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી યોજાઈ રહી છે પરીક્ષા. NEET ની પરીક્ષા આપવાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો છે આદેશ. 16 ઓક્ટોબરે NEET નું જાહેર થશે પરિણામ. આ પહેલા 12 ઓક્ટોબરે પરિણામ જાહેર થવાનું હતું. જેનો ઇન્તેજાર વિદ્યાર્થીઓ અને વાલીઓ કરી રહ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પરિણામ મોકૂફ રખાયું હતું.
ટ્રક ડ્રાઇવરોએ યુવતીને ફરવાના બહાને લાવી કરી હત્યા, પડકારજનક કેસ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET ની પરીક્ષા દેશભરમાં લેવાશે. ગુજરાતના 80,000 સહિત સમગ્ર દેશમાંથી NEET ની પરીક્ષા માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન. 13 સપ્ટેમ્બરે યોજાયેલી NEET ની પરીક્ષા સમયે 14.37 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યાનો કરાયો હતો દાવો. હવે દેશભરમાં બાકી રહેલા અંદાજે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આવતીકાલે આપશે NEET ની પરીક્ષા. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે યોજાતી આ પરીક્ષા MCQ ફોર્મેટમાં 180 પ્રશ્નો પુછાશે, જેના માટે વિદ્યાર્થીઓને 3 કલાકનો સમય આપવામાં આવશે. એક પ્રશ્નના 4 માર્ક રહેશે એટલે કુલ 720 માર્કની NEET ની પરીક્ષા યોજાશે. ખોટા પ્રશ્નનો જવાબ આપવા પર માઈનસ માર્કિંગ કરાશે. પરીક્ષામાં જીવવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન વિષયના પ્રશ્નો પુછાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે