Home> Gujarat
Advertisement
Prev
Next

દારૂ પીને તોફાન કરનારા વૃદ્ધને સિક્યુરિટીએ માર્યો માર, જનતા જ નિર્ણય કરે કોણ સાચુ?

ST બસપોર્ટ પર વધારે એકવખત સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીની ઘટના સામે આવી છે. બસપોર્ટ પર કેફીદ્રવ્ય પીને આવેલા એક આધેડને સિક્યુરિટી જવાનો દ્વારા માર મારવામાં આવ્યો હતો. સિક્યુરિટી જવાનો દ્વારા કાયદો હાથમાં લઇને પ્રોઢને લાકડીના ફટકા મારવામાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસપોર્ટમાં સિક્યુરિટી જવાન એક વૃદ્ધને લાકડીના ફટકા મારી રહ્યો છે. 

દારૂ પીને તોફાન કરનારા વૃદ્ધને સિક્યુરિટીએ માર્યો માર, જનતા જ નિર્ણય કરે કોણ સાચુ?

રાજકોટ : ST બસપોર્ટ પર વધારે એકવખત સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીની ઘટના સામે આવી છે. બસપોર્ટ પર કેફીદ્રવ્ય પીને આવેલા એક આધેડને સિક્યુરિટી જવાનો દ્વારા માર મારવામાં આવ્યો હતો. સિક્યુરિટી જવાનો દ્વારા કાયદો હાથમાં લઇને પ્રોઢને લાકડીના ફટકા મારવામાં આવ્યા હતા. હાલ તો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસપોર્ટમાં સિક્યુરિટી જવાન એક વૃદ્ધને લાકડીના ફટકા મારી રહ્યો છે. 

fallbacks

સૌરાષ્ટ્રમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ, નદીઓ અને દરિયાએ ભેગા મળી આખો મલખ બાનમાં લીધો

બસ સ્ટેન્ડમાં નશામાં ધુત થઇને પ્રોઢ આવી પહોંચ્યા હતા. સિક્યુરિટી ગાર્ડને આ બાબતની જાણ થતા ત્યાં આવી પહોંચેલા સિક્યુરિટી જવાને પ્રૌઢને માર માર્યો હતો. જો કે કેટલાક સ્થાનિક દુકાનદારો કહેવું છે કે, આ વૃદ્ધ વારંવાર અહીં આવીને પરેશાન કરતા હતા. અગાઉ અનેકવાર સમજાવટ કરવા છતા પણ આ વૃદ્ધ સમજતા નહી હોવાથી સિક્યુરિટી જવાને આ રસ્તો લીધો હોવાનું પણ જણાવાઇ રહ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ તો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોની વેપારીઓ સવાધાન! કોણ કરી રહ્યું છે સોની વેપારીઓને ધમકી ભર્યા ફોન? જાણો પૈસા પડાવવા ચાલુ થયો છે આ નવો ધંધો

જો કે સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વીડિયો જોનારા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો એસટી વિભાગ દ્વારા આ મુદ્દે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે સ્થાનિક ડીપો દ્વારા આ અંગે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. કાયદો હાથમાં લેનાર ગાર્ડ સામે કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું રહ્યું. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More