Home> Gujarat
Advertisement
Prev
Next

કરોડોનો ખર્ચ કરી વર્લ્ડ ટૂર કરો તો પણ જોવા ન મળે તે વસ્તુ સાયન્સ સિટીમાં જોવા મળશે

  • ગુજરાત સરકાર દ્વારા સાયન્સ સિટીમાં સતત નવા નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે
  • સાયન્સ સિટીમાં વધારે એક એવું આકર્ષણ ઉમેરાયું કે જેને જોવા લોકો લાખો રૂપિયાના ખર્ચે વર્લ્ડ ટૂર કરે છે

કરોડોનો ખર્ચ કરી વર્લ્ડ ટૂર કરો તો પણ જોવા ન મળે તે વસ્તુ સાયન્સ સિટીમાં જોવા મળશે
  • ગુજરાત સરકાર દ્વારા સાયન્સ સિટીમાં સતત નવા નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે
  • સાયન્સ સિટીમાં વધારે એક એવું આકર્ષણ ઉમેરાયું કે જેને જોવા લોકો લાખો રૂપિયાના ખર્ચે વર્લ્ડ ટૂર કરે છે

અમદાવાદ : સાયન્સ સિટીમાં એકવેટિક ગેલેરીમાં વધારે એક નજરાણું ઉમેરાયું છે. આફ્રિકન પેંગવીન એકવેટિક ગેલેરીમાં લાવવામાં આવી છે. મુલાકાતીઓને હવે પાંચ આફ્રિકન પેગવીન જોવા મળશે. આ પ્રસંગે જીતુ વાઘાણીએ પેગવીન ગેલેરીનું લોકાર્પણ કર્યું હતું. આફ્રિકાથી પાંચ પેગવીન લાવવામાં આવ્યા હતા. પેંગવીન આફ્રિકામાં દરિયા કિનારે વસે છે. પેગવીનની પ્રજાતિ લુપ્તપ્રાય થઇ રહી છે ત્યારે લોકોને પેગવીનથી માહિતગાર કરવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 

fallbacks

SURAT ના એવા ભેજાબાજ કે બેંકો પણ ઘુમરીએ ચડી, કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યોં

અત્રે ઉલ્લેખનીય છે કે, સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા પણ વધી ચુકી છે. ૧૭ જુલાઈ થી ૩૦ નવેમ્બર સુધી ૩૫૦૦૦૦ લોકોએ મુલાકાત લીધી છે. હાલ એકવેટિક ગેલેરીમાં 60 ઉપર ટેન્કમાં 200 જેટલી પ્રજાતિની 11 હજાર ઉપર માછલીઓ છે. એકવેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, ગાર્ડન સહિત વિવિધ આકર્ષણો પણ સાયન્ટ સિટી ખાતે રાખવામાં આવેલા છે. આગામી દિવસમાં અન્ય ગેલેરી પણ શરૂ કરવામાં આવશે. સાયન્સ અને પ્રકૃતિને જાણવા ઇચ્છતા લોકો માટે સાયન્સ સીટી ઉત્તમ સ્થળ છે. 

લાખો લોકોને અસર કરતો ગુજરાત સરકારનો નિર્ણય, બે મહત્વની ટીપી સ્કીમને મંજૂરી

લોકોનવા વધુ સુવિધા અને આકર્ષણ મળે તેવા પ્રયાસ સરકારે કર્યો છે અને આગામી સમયમાં પણ આ સુવિધાઓમાં સતત વધારો કરતો રેવાશે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ હાજર રહ્યા હતા. મુલાકાતીઓએ કાર્યક્રમમાં ભાગ લઈને નવા નજરાનાનો આનંદ માણ્યો છે. જો કે આ પ્રસંગે કોરોનાના એમિક્રોન વેરિયન્ટ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. સરકાર કોરોનાને લઈને ચિંતિત છે. નવા વેરીએન્ટથી ગભરાવાની જરૂર નથી. તેનો સામનો કરવાની જરૂર છે. દરેક લોકોએ સતર્ક અને સાવચેત રહેવું પડશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More