Home> Gujarat
Advertisement
Prev
Next

રિક્ષામાં બેઠેલો મુસાફર અચાનક બે મહિલાઓના સ્તન પર હાથ ફેરવવા લાગ્યો અને પછી...

શહેર ગુજરાતની સંસ્કારી નગરી ગણાય છે. જો કે શહેરને કોઇની નજર લાગી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એવી ઘટનાઓ બને છે કે, જેના કારણે ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાતનું મસ્તક શરમથી ઝુકી જાય છે.

રિક્ષામાં બેઠેલો મુસાફર અચાનક બે મહિલાઓના સ્તન પર હાથ ફેરવવા લાગ્યો અને પછી...

હાર્દિક દીક્ષિત/વડોદરા : શહેર ગુજરાતની સંસ્કારી નગરી ગણાય છે. જો કે શહેરને કોઇની નજર લાગી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એવી ઘટનાઓ બને છે કે, જેના કારણે ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાતનું મસ્તક શરમથી ઝુકી જાય છે. વડોદરાની યુવતી પરનો બળાત્કાર કેસ સામે આવ્યા બાદ આજે વધારે એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આ ચોંકાવનારા બનાવને પગલે વડોદરા શહેરના સંસ્કારી નગરીના ટેગ પર સવાલો ઉઠી રહ્યા છે. 

fallbacks

કોરોનાના કેસમાં વધારો થયા છતાં ગુજરાતીઓ માસ્ક વગર બેફામ ઘુમી રહ્યા છે

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રિક્ષામાં મહિલા સાથે અડપલા કરનાર એક વ્યક્તિનો કિસ્સો સામે આવ્યો છે. રિક્ષામાં બે મહિલાઓ વચ્ચે પડેલા એક શખ્સે તમામ હદો પાર કરી દીધી હતી. પાણીગેટથી કમલાનગર જતી રિક્ષામાં બેઠેલી મહિલાઓની છેડતી કરી હતી. જો કે જાગૃત રિક્ષા ચાલક અને મહિલાએ આ છેડતી કરનારા વ્યક્તિને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના સમયે આસપાસના લોકો પણ મોટા પ્રમાણમાં એકત્ર થઇ જતા લોકોએ પણ છેડતી બાજને મેથીપાક ચખાડ્યો હતો. 

ગુજરાતને શરમજનક સ્થિતિમાં મુકનાર દિલ્હીના અભયા કેસ કરતા પણ ગુંચવાડા વાળા કેસમાં નવા ઘટસ્ફોટ

પેસેન્જર મહિલાની છેડતી થતા મહિલાએ બુમાબુમ કરી હતી. જેના પગલે રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખીને તેને માર માર્યો હતો. ત્યાર બાદ મહિલાઓ પણ વિફરી હતી અને માર માર્યો હતો. પેસેન્જર મહિલાએ પણ છેડતી કરનાર વ્યક્તિને માર માર્યો હતો. અડપલા કરનાર નરાધમને માર મારી મહિલાની માફી મંગાવી હતી. માર પડતા મહિલાના પગે પડી માગી માફી માંગી હતી. જો કે આ અંગે કોઇ પોલીસ કેસ નોંધાયો નથી. છેડતી કરનારા વ્યક્તિએ મહિલાઓના પગે પડીને માફી માંગીને ચાલતી પકડી હતી. હાલ તો આ ધોલાઇને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More