ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં હાર્ટ એટેકના બનાવ ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે. તેમાં પણ નવલા નોરતા દરમિયાન ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હાર્ટ એટેકના બનાવો ગુજરાતના જુદા જુદા શહેરોમાં સામે આવ્યા બાદ આજે રાજકોટમાં પ્રથમ બનાવમાં ગરબા રમ્યા બાદ મહિલાનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ રેલવેમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીના પત્નીનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
ફરી ગુજરાતીઓ ચિંતામાં! આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું તેજ
રાજકોટ શહેરના મોરબી રોડ પર કૃષ્ણા બંગ્લોઝમાં રેલવે તેમજ સરકારી કર્મચારીઓ તેમજ પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા રાજકોટ રેલ્વે ડિવિઝનમાં ઇલેક્ટ્રોનિક વિભાગમાં સિનિયર સેકશન એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર સકસેનાના પત્ની કંચનબેન (ઉ.વ.48) ગરબા રમી રહ્યા હતા.
આ રાશિઓ માટે રવિવાર સાબિત થશે શુભ, પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે
આ દરમિયાન તેઓને છાતીમાં દુખાવો થતા તેઓ સાઈડમાં બેસી ગયા હતા અને તેઓ અચાનક બાજુમાં બેઠેલા મહિલાના ખોળામાં માથું રાખી ઢળી પડતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.
ભારતને દોહરાવવી પડશે 20 વર્ષ જૂની કહાની, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત માટે બદલવો પડશે ઈતિ
ઉલ્લેખનીય છે કે પોલીસ પુછપરછમાં કંચનબેનની ઉંમર 48 વર્ષ હોવાનું સામે આવ્યું છે અને તેમને સંતાનમાં એક પુત્ર આયુષ અને એક પુત્રી અદિતિ છે. ગરબા રમતા રમતા અચાનક તબિયત લથડતા તેઓનું મોત નીઓ ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
કરોડપતિ બનવું હોય તો દશેરાની રાત્રે કરો લીંબુનો ચમત્કારી ઉપાય, જીવનમાં મળશે દરેક સુખ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે