Home> Gujarat
Advertisement
Prev
Next

મારા ખેતરમાંથી કેમ ચાલે છે તેમ કહીને વડોદરામાં એક યુવાનની જાહેરમાં હત્યા, પોલીસ પણ ચોંકી ઉઠી

શહેરના અનગઢ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યાનો મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની જાણ થતાં પોલીસ દોડતી થઈ છે જો કે આ યુવકની હત્યાનું કારણ જ્યારે સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વડોદરાના અનગઢ ગામમાં આવેલ શિવરાજસિંહના ભાગમાં રહેતા વિક્રમસિંહ ઉર્ફે ગોપી સિંધાની નજીવી બાબતે તેના જ ફળિયામાં રહેતા વિપુલ ગોહિલ નામના શખ્સે હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મૃતક ગોપી તેની વિધવા માતા સંબાબેન સિંધા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. 

મારા ખેતરમાંથી કેમ ચાલે છે તેમ કહીને વડોદરામાં એક યુવાનની જાહેરમાં હત્યા, પોલીસ પણ ચોંકી ઉઠી

રવિ અગ્રવાલ/વડોદરા : શહેરના અનગઢ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યાનો મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની જાણ થતાં પોલીસ દોડતી થઈ છે જો કે આ યુવકની હત્યાનું કારણ જ્યારે સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વડોદરાના અનગઢ ગામમાં આવેલ શિવરાજસિંહના ભાગમાં રહેતા વિક્રમસિંહ ઉર્ફે ગોપી સિંધાની નજીવી બાબતે તેના જ ફળિયામાં રહેતા વિપુલ ગોહિલ નામના શખ્સે હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મૃતક ગોપી તેની વિધવા માતા સંબાબેન સિંધા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. 

fallbacks

GUJARAT માં વિકરાળ થતો કોરોનાનો આંકડો, આજના આંકડા સાંભળીને હાજા ગગડી જશે

અનગઢ ગામમાં આવેલ હઠીપુરામાં મૃતક ગોપીની નાનીનું ખેતર આવેલું છે, તેની બાજુમાં જ આરોપીનું પણ ખેતર આવેલું છે. જ્યાં મૃતક ગોપી અવાર નવાર જતો હતો સાથે જ છૂટક ડ્રાઈવિંગ કરી પોતાનો અને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. મૃતકની માતા બજારમાં શાકભાજી લેવા ગઈ ત્યારે ગામના ફળિયામાં રહેતા અને શનાભાઈ ગોહિલે કહ્યું કે, ગોપી સિંધાએ તેનો ભત્રીજો ગોપાલ ખેતરમાં ક્રિકેટ રમતો હતો ત્યારે મારા ખેતરમાંથી થઇને જવાનું નહિ કહી ગાળાગાળી કરી હતી. 

આને કેવાય બાપાની ધોરાજી! જાહેર માર્ગ પર દુકાનમાં ચાલે છે સરકારી શાળા

જેથી તેને સમજાવી દેજો. ત્યારબાદ શના ગોહિલનો પુત્ર વિપુલ ગોહિલ મૃતક વિક્રમસિંહ ઉર્ફે ગોપીના ઘરે સાંજે પહોંચી તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી. જેમાં આરોપી વિપુલે વિક્રમસિંહ ઉર્ફે ગોપીને માથાના ભાગે લાકડાનો ફટકો માર્યો હતો. જેથી તે જમીન પર પડી ગયો અને માંથમાંથી લોહી નીકળવા લાગ્યું.

વાહ ધારાસભ્ય હોય તો આવા! યુવતીની બદલી નહી થતા કમિશ્નરની કચેરીએ જઇને કર્યું...

વિક્રમસિંહ ઉર્ફે ગોપીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેની માતા અને શનાભાઈનો ભત્રીજો ગોપાલ નંદેસરી ખાતે તબીબને ત્યાં લઈ ગયા, જ્યાંથી તબીબે ગોત્રી હોસ્પિટલ લઈ જવાની સલાહ આપતાં વિક્રમસિંહ ઉર્ફે ગોપીને ત્યાં લઈ જવાયો હતો. જ્યાં પણ તબીબોએ સારવાર ન કરી સયાજી હોસ્પિટલ લઈ જવાનું કહેતાં વિક્રમસિંહ ઉર્ફે ગોપીનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જેથી મૃતક વિક્રમસિંહ ઉર્ફે ગોપીની માતાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિપુલ ગોહિલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે બનાવના સ્થળે પહોંચી વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા. તેમજ એફ.એસ.એલ ટીમની પણ મદદ લીધી છે. સાથે જ નજીવી બાબતમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપી વિપુલ ગોહિલની સઘન શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More