Home> Gujarat
Advertisement
Prev
Next

ભાઇ આવે છે... રાજકોટમાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના લાગ્યા પોસ્ટર

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લઇને સતત મીટીંગોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની લોકસભાની સીટો માટેના ગણિતને લઇને ભાજપ કોંગ્રેસ અસમંજસ જેવી સ્થિતિમાં છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. 

ભાઇ આવે છે... રાજકોટમાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના લાગ્યા પોસ્ટર

રક્ષિત પંડ્યા/રાજકોટ: લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લઇને સતત મીટીંગોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની લોકસભાની સીટો માટેના ગણિતને લઇને ભાજપ કોંગ્રેસ અસમંજસ જેવી સ્થિતિમાં છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. 

fallbacks

મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠક પર ભાજપમાંથી મોહન કુંડારિયાનું નામ જાહેર થતા ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે સતત બીજા દિવસે ચર્ચાઇ રહ્યું છે. અને રાજકોટ શહેરમાં ‘ભાઇ આવે છે’ તેવા શિવરાજ પટેલના પોસ્ટર લાગતા ફરી એકવાર રાજકોટમાં રાજકારણ ગરમાયું છે.

હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સામેલ, ગુજરાત બહાર કરશે પ્રચાર

 

સૌરાષ્ટ્રની બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠક પર જીત મેળવવા માટે અનેક અવનવા પેતરા અજમાવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ કોંગ્રેસના ઉમેદવાર બને તેવી શક્યતાઓ છે. રાજકોટ સીટ પર આવકારતા અને 101 % જીતે છે ના બેનરો પણ લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More