અતુલ તિવારી/અમદાવાદ : આવતીકાલે ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. સવારે 10 વાગ્યાથી result.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જાણી શકાશે. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી/ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાઇ હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી.
GUJARAT CORONA UPDATE: નવા 17 કેસ, 14 દર્દી સાજા થયા, એક પણ નાગરિકનું મોત નહી
120 મિનિટનું ભૌતિક અને રસાયનશાસ્ત્રનું સંયુક્ત પેપર લેવાયું હતું. ભૌતિક અને રસાયણશાસ્ત્રના પેપરમાં 40 - 40 પ્રશ્નો પુછાયા હતા, બંને પેપર 40 - 40 માર્કના હતા. જીવવિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ અલગ પુછાયુ હતું. જીવવિજ્ઞાનનું પેપર 40 માર્કનું, 40 સવાલ પુછાયા હતા, જેના માટે 60 મિનિટ ફાળવાઈ હતી. ગણિતનું પેપર 40 માર્કનું, 40 સવાલ પુછાયા, જેના માટે 60 મિનિટ ફાળવાઈ હતી. કુલ 3 ભાષા, એટલે કે ગુજરાતી, હિન્દી અમે અંગ્રેજીમાં ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી.
JUNAGADH પહોંચી જનઆશીર્વાદ યાત્રા, મનસુખ માંડવીયાએ માં અંબાના આશીર્વાદ લીધા
ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરવાની ફરજ પડી છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોવાથી 1-1 એમ કુલ બે માર્ક તમામને આપવાનો નિર્ણય કરાયો હતો. પ્રશ્નપત્ર સેટ નંબર 1 માં 44મો અને 75મો પ્રશ્નમાં ભૂલ હોવાનું સામે આવતા તમામને બે માર્ક અપાશે. ઉલ્લેખનીય છે કે ડીગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિપ્લોમા / ડીગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુજી નદી બની ગાંડીતુર, ખેડૂત અને પાક બંન્નેના જીવમાં જીવ આવ્યો
હજુ સુધી ગુજકેટનું પરિણામ નહી આવ્યું હોવાથી ધોરણ 12 સાયન્સ બાદ ડીગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત 16 ઓગસ્ટથી વધારીને 22 ઓગસ્ટ સુધી વધારવાની ફરજ પડી હતી. આ સિવાય 12 સાયન્સ બાદ ફાર્મસીમાં પણ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની અવધિ 24 ઓગસ્ટથી વધારીને 1 સપ્ટેમ્બર કરાઈ હતી. અત્યાર સુધી ગુજકેટનું પરિણામ જાહેર ન થયું હોવાથી રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે