Home> Gujarat
Advertisement
Prev
Next

'પોલીસ સ્ટેશનમાં જંગલ જેવી સ્થિતિ છે... ', રાજકોટના આધેડના એક વીડિયોથી મેટોડા પોલીસ વિવાદમાં!

રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં GIDC માં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય આધેડે વીડિયો બનાવી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં તેમણે પોલીસ સામે આકરા પ્રહારો કર્યા છે

'પોલીસ સ્ટેશનમાં જંગલ જેવી સ્થિતિ છે... ', રાજકોટના આધેડના એક વીડિયોથી મેટોડા પોલીસ વિવાદમાં!

Rajkot 54 Year Old Man Deaths: રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ પોલીસના ત્રાસથી 54 વર્ષીય આધેડે ઝેરી દવા પીને વીડિયો બનાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે જ રાજકોટની મેટોડા પોલીસ વિવાદમાં આવી ગઈ હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે અગાઉ આધેડની રીક્ષા પોલીસે પકડી હતી. 

fallbacks

આ એજ 6 અસામાજિક તત્ત્વોના ચહેરા છે, જેણે અમદાવાદમાં તલવારો સાથે મચાવ્યો આતંક, VIDEO

જો કે રિક્ષામાં પોલીસ તોડફોડ કર્યા અંગેની અરજી આધેડે કરી હતી. અરજીમાં લઈને પોલીસ વારંવાર માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કંટાળીને 54 વર્ષીય આધેડ જેમનું નામ કાંતીભાઇ અરજણભાઇ દાફડા છે, તેમણે ઝેરી દવા પીને વિડીયો બનાવ્યો હતો. હાલ આધેડને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તેમણે પોલીસ સામે આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે, હું પોલીસના ત્રાસથી કંટાળી આ પગલું ભરૂ છું. 

AAPના નેતા અને બોટાદના MLA ઉમેશ મકવાણાએ કર્યો મોટો ખુલાસો; શુ AAP છોડી કેસરિયા કરશે?

શું હતી ઘટના? 
રાજકોટના કાલાવાડ રોડ પર અંજલિ પાર્કમાં રહેતા કાંતિભાઈ 54 વર્ષીય કાંતિભાઈ દાફડાએ સોમવારે (14 એપ્રિલ) એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે પોલીસ તંત્ર અને સ્થાનિક પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, હું પોલીસના ત્રાસથી કંટાળીને જ આ પગલું ભરી રહ્યો છું. હાલ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

ટોલ ટેક્સમાં મળશે સૌથી મોટી રાહત! બે પ્રસ્તાવ તૈયાર, કારચાલકોને મળશે સૌથી વધુ લાભ

54 વર્ષીય આધેડે બનાવેલા વીડિયોમાં છે શું? 
વીડિયોમાં કાંતિભાઈ આરોપ લગાવી રહ્યા છે કે મેટોડામાં નિલકમ પાસે જુગાર રમતા અમુક આરોપીને પોલીસે પકડ્યા હતાં. ત્યાંથી હું રિક્ષા લઈને નીકળતો હતો તો પોલીસે આરોપીઓને બેસાડવા મારી પાસે રિક્ષાની ચાવી માંગી હતી. બાદમાં તેઓ મારી રિક્ષા લઈને મોટેડા પોલીસ મથક પહોંચ્યા. મેં જઈને રિક્ષા માંગી તો રિક્ષા પરત આપવાની બદલે મારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. હું જ્યારે રિક્ષા છોડાવવા ગયો તો રિક્ષામાં ઘણું નુકસાન થયેલું હતું. આ નુકસાન વિશે મેં પોલીસ પાસે જવાબ માંગ્યો હતો. પરંતુ મને કોઈ જવાબ મળ્યો નહોતો. 

રોહિત શર્માની કાર્બન કોપી છે તેનો પુત્ર અહાન, પહેલી ઝલક આવી સામે, જુઓ Video

મેં સમગ્ર ઘટના અંગે એસપી કચેરીમાં અરજી કરી તેમજ RTI મારફતે પણ જવાબ માંગ્યો. જોકે, મેં અરજી કરી ત્યારથી મને પોલીસ તરફથી ધમકીઓ મરવા લાગી અને મારા પર સતત માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતો. જેના કારણે હું આ પગલું ભરૂ છું. મારી વિનંતી છે કે, દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી પોલીસ સ્ટેશનમાં કોઈ વાહન લાવવામાં આવે તો સીસીટીવ દ્વારા તેના પર નજર રાખી શકાય. હાલ તો પોલીસ સ્ટેશનની અંદર જંગલ જેવી સ્થિતિ છે, બે નંબરના ધંધા કરવા માટે પોલીસ સ્ટેશનના સીસીટીવી હટાવી દેવામાં આવે છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More