Home> Gujarat
Advertisement
Prev
Next

રાધનપુરમાં ચીફ ઓફિસર નહી હોવાથી સ્થિતિ રકાસ, કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ખાસ માંગ

પાલિકામાં ચીફ ઓફિસર અને એસઆઈની અગત્યની પોસ્ટ ખાલી હોવાને પગલે રાધનપુર શહેર નો વિકાસ રુંધાઈ રહ્યો છે, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. માર્ગો પર ઠેર ઠેર ગંદકી, ગટરના રેલાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કોગ્રેસ સાશિત પાલિકાના સત્તાધીશોએ પણ અનેક વખત ગાંધીનગર પ્રાદેશિક કચેરી તેમજ મંત્રીઓને પણ અનેક રજુઆતો કરી છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. જેને લઇ પાલિકાના સત્તાધીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

રાધનપુરમાં ચીફ ઓફિસર નહી હોવાથી સ્થિતિ રકાસ, કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ખાસ માંગ

રાધનપુર : પાલિકામાં ચીફ ઓફિસર અને એસઆઈની અગત્યની પોસ્ટ ખાલી હોવાને પગલે રાધનપુર શહેર નો વિકાસ રુંધાઈ રહ્યો છે, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. માર્ગો પર ઠેર ઠેર ગંદકી, ગટરના રેલાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કોગ્રેસ સાશિત પાલિકાના સત્તાધીશોએ પણ અનેક વખત ગાંધીનગર પ્રાદેશિક કચેરી તેમજ મંત્રીઓને પણ અનેક રજુઆતો કરી છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. જેને લઇ પાલિકાના સત્તાધીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

fallbacks

યુદ્ધ રશિયા-યુક્રેન વચ્ચે વિસ્ફોટ ગુજરાતમાં થઇ રહ્યા છે, અમૂલે દુધની કિંમતમાં કમરતોડ વધારો ઝીંક્યો

કોંગ્રેસ સાશિત રાધનપુર પાલિકામાં છેલ્લા એક મહિનાથી કાયમી ચીફ ઓફિસર અને એસ આઈની પોસ્ટ ખાલી રહી છે. જેને પગલે શહેરની સ્થિતિ નર્કગાર જેવી બની છે. ઠેર ઠેર માર્ગો પર કચરાના ઢગ, માર્ગો પર રેલાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી, માર્ગોની બિસ્માર હાલતને લઇને શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાના અણધડ વહીવટ સામે રોષ ઠાલવી રહ્યા છે.

ગુજરાતમાં અનોખી બેંક: અહીં રોકડનું નહીં જરૂરિયામંદ લોકો માટે ભોજનનું થાય છે ટ્રાન્ઝેક્શન

શહેરના રૂધાંતા વિકાસ મામલે કોગ્રેસ સાશિત રાધનપુર પાલિકા પ્રમુખને પુછાતા તેમને જણાવ્યું હતું કે, રાધનપુર પાલિકા સાથે કોઈ દુશ્મની હોય તેવો વ્યવહાર થઇ રહ્યો છે. પહેલા ચીફ ઓફિસર મુકવામાં આવ્યા તે લાંચિયા હતા. જેને લઇ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારથી આજ દિન સુધી કામ ચલાઉ ચીફ ઓફિસર મુકવામાં આવે છે. કાયમી ચીફ ઓફિસર મુકવામાં આવતા નથી. જેથી પાલિકાનો વહીવટ કેવી રીતે કરવો એક મહિનાથી કામ ચલાઉ ચીફ ઓફિસર આવતા નથી તેમની સહી વગર કોઈ વિકાસના કામ કે સ્વછતા ના કામો થઇ શકતા નથી લોકોની અનેક ફરિયાદો આવે છે, તેનો નિકાલ કરવા માટે પાલિકાના વાહનોમાં ડીઝલ પણ અમારા ખર્ચે પુરાવીને લોકોને ઓછી હાલાકી પડે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

રાજકોટમાં હનીટ્રેપનો કિસ્સો; મારો પતિ જામનગર ગયો છે, ઘરે કોઈ નથી, મઝા કરવી હોય તો તમે આવી જાવ અને પછી....

એક મહિના સુધી કામ ચલાઉ ચીફ ઓફિસર ની નુમણુંક કરવામાં આવી છે પણ તેઓ પણ રાધનપુર પાલિકા મા આવતા નથી જેને લઇ આજે શહેર ની હાલત કફોડી બનવા પામી છે અને લકો ભારે હાલાકી નો સામનો કરી જીવી રહ્યા છે ત્યારે હવે પાલિકા મા કાયમી ધોરણે ચીફ ઓફિસર મુકવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More