Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં નોકરી જવા નિકળેલી નર્સની પતિનો શિક્ષકે પીછો કરી હત્યા કરી

શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાની માથામાં શિક્ષક પતિએ ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગણત્રીની કલાકોમાં જ શિક્ષક પતિની ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાની એક્ટિવા પર નોકરી જવા માટે  નિકળી હતી. તે સમયે ન્યૂ વી.આઇ.પી રોડ પર પતિએ ફિલ્મી ઢબે પીછો કરીને હુમલો કર્યો હતો. 

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં નોકરી જવા નિકળેલી નર્સની પતિનો શિક્ષકે પીછો કરી હત્યા કરી

વડોદરા : શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાની માથામાં શિક્ષક પતિએ ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગણત્રીની કલાકોમાં જ શિક્ષક પતિની ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાની એક્ટિવા પર નોકરી જવા માટે  નિકળી હતી. તે સમયે ન્યૂ વી.આઇ.પી રોડ પર પતિએ ફિલ્મી ઢબે પીછો કરીને હુમલો કર્યો હતો. 

fallbacks

પત્નીના આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજવા રોડ પર આવેલા અમરદીપ હોમ્સમાં શિલ્પાબેન જયેશભાઇ પટેલ પરિવાર સાથે રહેતા હતા. તેમના બે સંતાનો છે. શિલ્પાબેન મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. 

ગત્ર રાત્રે તેઓ ઘરેથી પોતાનુ એક્ટિવા લઇને નોકરી જવા માટે નિકળ્યા હતા. દરમિયાન તેમની લાશ લોહીલુહાણ હાલતમાં ન્યૂ વી.આઇ.પી રોડ વૈકુંઠ 2 સોસાયટીના દરવાજા પાસેથી મળી આવી હતી. મહિલાની લાશ મળતી હોવાની જાણ થતા હરણી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લાશનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More