Home> Gujarat
Advertisement
Prev
Next

13 બાળકો સહિત 2 શિક્ષકોના મોતે ફરી ગુજરાતને હચમચાવી નાંખ્યું! સ્કૂલની શિક્ષિકાએ કર્યો મોટો દાવો

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે.

13 બાળકો સહિત 2 શિક્ષકોના મોતે ફરી ગુજરાતને હચમચાવી નાંખ્યું! સ્કૂલની શિક્ષિકાએ કર્યો મોટો દાવો

ઝી બ્યુરો/વડોદરા: શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આ સમાચાર વચ્ચે એક શિક્ષિકાએ મોટો દાવો કર્યો છે. 

fallbacks

LIVE પહેલાં મોરબી હવે વડોદરા : 14 કુમળા બાળકો કાળના ખપ્પરમાં હોમાયા, દુર્ઘટના નહીં સદોષ માનવવધ

તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી છે, ત્યારે ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે સ્કૂલની એક શિક્ષિકાએ દાવો કરતા જણાવ્યું છે કે, 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હતા. જેમાંથી બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. પરંતુ દુર્ભાગ્યવશ અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

આ રહી મૃત્યુ પામનાર બાળકોના નામની યાદી, હરણી તળાવમાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત

બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ- પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો છે. જેવો મોટું માથું છે. એકપણ બોટનું ઈન્સ્પેક્શન થયું નથી, અધિકારી પર પણ કાર્યવાહી થવી જોઈએ. બોટનો કોન્ટ્રાક્ટ પરેશે અન્ય વ્યક્તિને આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પરેશ શાહે નિલેશ જૈનને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હતો.

મોતની પિકનિક : ઘરેથી આનંદ કિલ્લોલ સાથે નીકળેલા બાળકોને કાળ ભરખી ગયો, વડોદરામાં માતમ

નોંધનીય છે કે, તળાવના કોંટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે માસૂમોના જીવ ગયા છે. ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલે પહોંચ્યા છે. આ ઉપરાંત વિધાનસભા દંડક, કલેક્ટર, પોલીસ કમિશ્નર, ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

વડોદરા શોકમાં ડૂબ્યું! ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ; બાળકો ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More