Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓ બચીને રહેજો, માત્ર 7 મહિનામાં આ જિલ્લામાં 6523થી વધુ લોકોને કરડ્યાં રખડતા શ્વાન

અધિકૃત આંકડા અનુસાર એપ્રિલ 2023 થી અત્યાર સુધીમાં આણંદમાં 2499, આંકલાવમાં 299, બોરસદમાં 893, પેટલાદમાં 1287, સોજીત્રામાં 269, ખંભાતમાં 596, તારાપુરમાં 234 અને ઉમરેઠમાં 446 મળી જિલ્લામાં કુલ 6523 લોકોને શ્વાન કરડવાના બનાવો બન્યા છે.

ગુજરાતીઓ બચીને રહેજો, માત્ર 7 મહિનામાં આ જિલ્લામાં 6523થી વધુ લોકોને કરડ્યાં રખડતા શ્વાન

બુરહાન પઠાણ/આણંદ: શહેર સહિત જિલ્લા ભરમાં રખડતા શ્વાનોનો આતંક વધી. રહ્યો છે. છેલ્લા પાંચ માસની જો વાત કરવામાં આવે તો એપ્રિલ 2023થી અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં 6523 થી વધુ લોકોને શ્વાન કરડતા તેઓને સારવાર આપવામાં આવી છે. જિલ્લામાં વધતા જતા શ્વાનનાં આતંકને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

fallbacks

એક્સપાયરી ડેટવાળો ગોળ વેચવો ડી માર્ટને ભારે પડ્યો! 64 રૂપિયાના ગોળ સામે 1 લાખનો દંડ

આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. માર્ગો પર રખડતા શ્વાન બાળકો અને રાહદારીઓને બચકા ભરી ઘાયલ કરે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર એપ્રિલ 2023 થી અત્યાર સુધીમાં આણંદમાં 2499, આંકલાવમાં 299, બોરસદમાં 893, પેટલાદમાં 1287, સોજીત્રામાં 269, ખંભાતમાં 596, તારાપુરમાં 234 અને ઉમરેઠમાં 446 મળી જિલ્લામાં કુલ 6523 લોકોને શ્વાન કરડવાના બનાવો બન્યા છે.

આનંદો! ટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડૂતો માટે મહત્વના સમાચાર, સરકારનો મોટો નિર્

મહત્વની વાત તો એ છે કે આ જે શ્વાન કરડવાના આંકડા છે તે માત્ર સરકારી હોસ્પિટલમાં સારવાર લેનારા લોકોના છે. અનેક લોકો સરકારી હોસ્પિટલનાં બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. જેથી વાસ્તવમાં શ્વાન કરડવાના બનાવો સરકારી આંકડાથી દોઢ ગણા વધુ હોઈ શકે છે.

સુરતના હીરાબજારમાં ખળભળાટ; અનેક વેપારીઓ રોયા! USની આ ડાયમંડ કંપનીએ જાહેર કરી નાદારી

જિલ્લામાં સૌથી વધુ શ્વાન કરડવાની સંખ્યા આણંદમાં. છે. આણંદમાં છેલ્લા પાંચ માસમાં 2499 લોકોને શ્વાન કરડ્યા છે. જો કે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર1 શ્વાન કરડવાની ઘટનાઓમાં તમામ દર્દીઓને હડકવા પ્રતિરોધક સી મુકવામાં આવે છે. જિલ્લામાં આરોગ્ય વિભાગની તમામ હોસ્પિટલમાં હડકવા પ્રતિરોધક રસી ઉપલબ્ધ છે.

PM મોદી ફરી આવી રહ્યા છે ગુજરાત; આ તારીખે કેવડિયામાં આપશે હાજરી, શું છે કાર્યક્રમ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More