Home> Gujarat
Advertisement
Prev
Next

ભરૂચમાં CNG ગાડીના કારણે આખો પંપ બ્લાસ્ટ, આવું તમારી સાથે ન થાય તે માટે આટલી તકેદારી રાખો

ભરૂચમાં CNG રિફિલિંગ કરતા સમયે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, ગાડી તો ઠીક પરંતુ સાથે સાથે સીએજી સ્ટેશનના છાપરાના પણ ફુરચે ફુરચા ઉડી ગયા હતા. થોડા સમય માટે ત્યાં ભારે ભાગદોડ મચી ગઇ હતી અને જાણે કોઇ મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જો કે વિસ્ફોટ બાદ કોઇ મોટી આગ લાગવાની કે તેવી ઘટના સદનસીબે નહી બનવાના કારણે કોઇ મોટી દુર્ઘટના નિવારી શકાઇ હતી. 

ભરૂચમાં CNG ગાડીના કારણે આખો પંપ બ્લાસ્ટ, આવું તમારી સાથે ન થાય તે માટે આટલી તકેદારી રાખો

ગૌરવ પટેલ/અમદાવાદ : ભરૂચમાં CNG રિફિલિંગ કરતા સમયે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, ગાડી તો ઠીક પરંતુ સાથે સાથે સીએજી સ્ટેશનના છાપરાના પણ ફુરચે ફુરચા ઉડી ગયા હતા. થોડા સમય માટે ત્યાં ભારે ભાગદોડ મચી ગઇ હતી અને જાણે કોઇ મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જો કે વિસ્ફોટ બાદ કોઇ મોટી આગ લાગવાની કે તેવી ઘટના સદનસીબે નહી બનવાના કારણે કોઇ મોટી દુર્ઘટના નિવારી શકાઇ હતી. 

fallbacks

Mehsana: દિકરીનું સગપણ જોઇ પરત ફરી રહેલા પરિવારને નડ્યો વિચિત્ર અકસ્માત, 2નાં ઘટના સ્થળે જ મોત

જો કે આ દુર્ઘટના અંગે CNG ક્ષેત્રના નિષ્ણાંત મનિષ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ભરૂચમાં જે ઘટના બની તેવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે. પરંતુ આની પાછળનું મુખ્ય કારણ ગાડીના માલિકનું બેજવાબદાર વલણ હોઇ શકે છે. જો કે સીએનજી ધારકોએ સમયાંતરેકીટ અને કારનું મેઇન્ટેનન્સ ચેક કરાવતું રહેવું જોઇએ. દર પાંચ હજાર કિલોમીટર ગાડી ચાલ્યા બાદ એરફીલ્ટર ચેક કરાવવું જોઇએ અને દર દસ હજાર કિલોમીટર ગાડી ચાલ્યા બાદ ક્લીનીંગ કરવું જોઇએ. દર ત્રણ વર્ષે સિલિન્ડરનું હાઇડ્રોટેસ્ટિંગ પણ ફરજીયાત પણે કરાવવું જોઇએ. દર દસ હજાર કિલોમીટરે માઉન્ટીંગ ચેક કરાવવું જોઇએ. 

GANDHINAGAR: ચૂંટણી નજીક આવતા જ ટોચના IAS અધિકારીઓની બદલીનો ગંઝીફો ચિપાયો

દર 30 હજાર કિલોમીટરે રીડ્યુસરનું ઓવરરોલિંગ ચેક કરાવવું જોઇએ. આ તમામ સર્વિસ કરાવતા સમયે ગેસ લીકેજ છે કે કેમ તે અંગેનું ચેકિંગ પણ કરાવવું જોઇએ. આ ઉપરાંત સીએનજી રિફિલિંગ કરાવતી સમયે ગાડીમાં રહેલા તમામ લોકોએ ગાડીની બહાર નિકળી જવું જોઇએ. આ ઉપરાંત ચાલુ ગાડીએ પણ કોઇ ઘટના બને તો એન્જીન ઓફ કરીને તમામ લોકોએ ગાડીની બહાર નિકળી જવું જોઇએ. 

U.N મહેતા હોસ્પિટલ બંધ થવાની છે? સાયબર ક્રાઇમે આરોપીને ઝડપ્યો તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે પેટ્રોલિયમ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન કમિટી તપાસ કરવા માટે પહોંચી હતી. કારમાં ઉપયોગમાં લેવાયેલ સીલીન્ડર ટાઇપ ફોર એટલે કે ફોર્થ જનરેશનનું છે. કાર્બન ફાઇબર રેપ્ટ મેડલ ફ્રી સીલીન્ડર હતું. આ સીલીન્ડર વર્ષોથી વર્લ્ડ વાઇડ માન્યતા પ્રાપ્ત હતી. તેમ છતા પણ આગ લાગી તે અંગેની તપાસ કરવામાં આવશે. આગ કઇ રીતે લાગી તે અંગેની તપાસ કરીને અહેવાલ સમિતીને સોંપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More