Home> Gujarat
Advertisement
Prev
Next

પતિનો 25 લાખનો વીમો પકવવા માટે ભાઇની મદદથી પત્નીએ ફિલ્મી અંદાજમાં કરી નાખી હત્યા

  ગોંડલ તાલુકાના વેકરી ગામ નજીકના ડેમમાં ગત્ત મોડી રાત્રેએ કારમાં 2 પુરૂષોના લાશ મળી આવી હતી. મર્ડર મિસ્ટ્રીની ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્ની અને મૃતકના સાળાએ કાવતરૂ ઘડી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCB એ મૃતકના સાળાને દબોચી લઇને ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે મૃતકની પત્નીની શોધખોલ ચાલી રહી છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ રહેતા રમેશભાઇ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફે મરિયન અને રમેસભાઇના સાળા એટલે કે મંજુના ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમા ત્રણ દિવસ પહેલા ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ગયા હતા. 

પતિનો 25 લાખનો વીમો પકવવા માટે ભાઇની મદદથી પત્નીએ ફિલ્મી અંદાજમાં કરી નાખી હત્યા

રાજકોટ :  ગોંડલ તાલુકાના વેકરી ગામ નજીકના ડેમમાં ગત્ત મોડી રાત્રેએ કારમાં 2 પુરૂષોના લાશ મળી આવી હતી. મર્ડર મિસ્ટ્રીની ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્ની અને મૃતકના સાળાએ કાવતરૂ ઘડી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCB એ મૃતકના સાળાને દબોચી લઇને ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે મૃતકની પત્નીની શોધખોલ ચાલી રહી છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ રહેતા રમેશભાઇ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફે મરિયન અને રમેસભાઇના સાળા એટલે કે મંજુના ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમા ત્રણ દિવસ પહેલા ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ગયા હતા. 

fallbacks

આજથી મુસાફરો માટે unlock થયું ગીર અભયારણ્ય, પણ નવી શરતો સાથે...

ત્યાર બાદ પરત ફરતી વખતે મંજુ ઉર્ફે મરિયન ગોંડલ ઉતરી ગઇ હતી. તેવા સમયે મંજુનો ભાઇ નાનજી ઉર્ફે નાસીરે ડ્રાઇવર અશ્વિનને કાર વેકરી તરફ લેવા માટે જણાવ્યું હતું. જો કે પૂર્વઆયોજીત કાવતરા અનુસાર બંન્નેને ખુબ જ દારૂ પીવડાવ્યા બાદ સાળા નાસીરે બનેવી અને ડ્રાઇવર સહિતની ગાડીને ધક્કો મારી દીધો હતો. જેના પગલે ઉંડા ખાડામાં ખાબકેલી ગાડીમાં બનેવી અને ગાડીના ડ્રાઇવર બંન્નેના મોત નિપજ્યાં હતા. ત્યાર બાદ આરોપી નાસીર ગોંડલ મંજુને લઇને જુનાગઢ પરત ફરી ગયો હતો. 

અમદાવાદમાં જુગારધામ પકડાયું, અહીં જુગારી મોકલનારને પણ રૂપિયા અપાતા

3 દિવસ સુધી રમેશભાઇ ગુમ હોવાના કારણે જૂનાગઢ પોલીસમાં જાણવાજોગ કરવામાં આવી હતી. અશ્વિનભાઇ પણ ભાડુ બાંધી ચોટીલા ગયા બાદ પરત નહી ફરતા તેનાં પરિવારે જૂનાગઢ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરતા પોલીસે આ અંગેની તપાસ લોકલ ક્રાઇમબ્રાંચને સોંપી હતી. એલસીબી તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે નાસીરે જમીન પડાવી લેવા માટે રમેશભાઇની હત્યા કરી હતી. તેના માટે સમગ્ર કાવત્રુ ઘડી કાઢ્યું હતું. પોલીસે નાનજી ઉર્ફે નાસીરને ઝડપી લેતા મર્ડર મિસ્ટ્રીનો ઘટસ્ફોટ થયો હતો. તાલુકા પોલીસે પતિની હત્યાની મુખ્ય સુત્રધાર મંજુ ઉર્ફે મરિયમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી નાનજી ઉર્ફે નાસીરની પુછપરછી હાથ ધરી છે. 

જામનગર : કુખ્યાત માફિયા જયેશ પટેલ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો, અનેક મોટા નામ સકંજામાં

ઘટના અંગે ગોંડલ ફાયર બ્રિગેડનાં સ્ટાફને વેકરી ગામ પાસેથી ડેમ નજીક પુલ નીચેખી 20 ફૂટ ઉંડા પાણીમાંથી કારમાં રહેલી બે વ્યક્તિનાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મોડી રાત્રીના એક વાગ્યે બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાક્રમમાં ભાડુ લઇને ગયેલા ડ્રાઇવરનું અકારણ જ મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More