Home> Gujarat
Advertisement
Prev
Next

ઘોર કળિયુગ! કથાના બહાને આવેલા મહારાજે પરિણીતા સાથે કર્યું ગંદું કામ, બાથરૂમમાં ગઈને ખેલ ખતમ!

નિકોલમાં સત્યનારાયણની કથાના બહાને આવેલા મહારાજે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ. પતિ બહાર ગામ ગયા અને કલાક પછી મહારાજ ઘરે આવ્યા. પૂજાપાના સામાનનું લિસ્ટ આપવા આવ્યા, એકલતાનો લાભ લઇ મહિલા સાથે કૂકર્મ કર્યું. 

ઘોર કળિયુગ! કથાના બહાને આવેલા મહારાજે પરિણીતા સાથે કર્યું ગંદું કામ, બાથરૂમમાં ગઈને ખેલ ખતમ!

ઉદય રંજન/અમદાવાદ: નિકોલમાં એક મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પુત્રની જન્મકુંડળી કઢાવવા અને ઘરમાં સત્યનારાયણની કથા કરાવવા મહિલાએ જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. જે બાદ જ્યોતિષે મહિલાનો પતિ બહાર ગયો હોવાથી તેના ઘરે ગયો હતો. અને મહિલાની એકલતાનો લાભ લઇને બળજબરીથી પકડીને દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે મહિલાએ જ્યોતિષ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી ની ધરપકડ કરી છે. 

fallbacks

ગુજરાત સરકારનો શિક્ષકોને ઝટકો: 41 હજાર જગ્યાઓ જ ઓછી કરી દીધી, હવે નોકરીની આશા ના રાખ

કઠવાડામાં 36 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં મહિલાના પ્રથમ લગ્ન ડભોડાના યુવક સાથે થયા હતા. પરંતુ પતિ દારૂ પીવાની ટેવ ધરાવતા હોવાથી મનમેળ ન આવતા મહિલાએ છૂટાછેડા લીધા હતા. જે બાદ મહિલા એ વર્ષ 2018માં એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે મહિલાને પહેલા પતિ દ્વારા સંતાનમાં બે પુત્રો હતા. ત્યારે મહિલાના ઘરે સત્યનારાયણની કથા કરાવવાની હોવાથી તેમજ પુત્રની જન્મકુંડળી કાઢવાની હોવાથી તેને બ્રિજેશ ત્રિવેદી નામના જ્યોતિષ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારે ગત 28 જુલાઈ એ મહિલાનો પતિ બહાર ગયો હોવાથી મહિલા તેના ઘરે એકલી હતી તે સમયે જ્યોતિષ તેના ઘરે આવ્યો હતો.

અમદાવાદની તમામ સ્કૂલોમાં ભણતરનો નહીં પરંતુ દફતરનો ભાર થશે ઓછો, DEO એ કર્યો આદેશ

સત્યનારાયણ કથાના સામાનનું લિસ્ટ તૈયાર કરાવડાવ્યુ હતુ. તે બાદ મહિલા બાથરૂમમાં ગઈ હતી તે સમયે જ્યોતિષે ઘરનો દરવાજો બંધ કરીને મહિલા જેવી બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેને બળજબરીથી પકડીને બેડરૂમમાં લઈ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જ્યોતિષ જતો રહ્યો હતો. આ અંગે મહિલાએ બ્રિજેશ ત્રિવેદી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

દ્વારકામાં તૈયાર છે ડેનમાર્ક જેવો બ્રિજ, ગુજરાત પુરું કરશે PM મોદીનું સપનું

આ અંગે આઈ ડિવિઝનના એસીપી કુણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતે પરિણીત છે. આરોપીને મહિલા સાથે અવારનવાર વાતચીત થતી હતી અને તેણે મહિલાની એકલતાનો લાભ લઈને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલ આ આરોપીની વધુ તપાસ ચાલુ છે. 

જાપાનીઓએ સ્વીકાર્યો જૈન ધર્મ, જાપાનમાં જૈનાલય બનાવ્યું, મૂર્તિ લેવા ખાસ આવ્યા ગુજરાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More