Home> Gujarat
Advertisement
Prev
Next

યુવક પોતાની પૂર્વ પ્રેમિકાને ભગાડી ગયો અલગ અલગ સ્થળે ફેરવીને કર્યું એવું ગંદુ કામ કે...

યુવક પોતાની પૂર્વ પ્રેમિકાને ભગાડી ગયો અલગ અલગ સ્થળે ફેરવીને કર્યું એવું ગંદુ કામ કે...

* શહેરમાં વિચિત્ર ગંભીર ઘટના સામે આવી
* યુવકે એક બાળકની માતા સાથે કર્યું દુષ્કર્મ
* લગ્ન પહેલા પરિણીતા આ યુવકે  કરતી હતી પ્રેમ
* લગ્ન બાદ સંપર્ક ન રાખ્યો તો યુવકે આપી ધમકી
* મરી જવાની ધમકી આપી ફરી સબન્ધ બાંધ્યા
* ઘરેથી ભાગી જઈ હોટલ અને ટ્રાવેલ બસમાં ગુજાર્યો બળાત્કાર
* બાદમાં આરોપીએ પીધું ઝેર અને પરિણીતાને ઝેર આપ્યું

fallbacks

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેરના સોલા પોલીસના ચોપડે પણ આવો જ એક કિસ્સો નોંધાયો. એક બાળકની માતાને જુના પ્રેમીએ મરી જવાની ધમકીઓ આપી બળાત્કાર ગુજાર્યો. અલગ અલગ ગેસ્ટ હાઉસ અને ટ્રાવેલ્સ બસમાં બળાત્કાર ગુજાર્યો. સાથે જીવી નહિ શકીએ તો સાથે મરી જઈએ તેવુ માની યુવકે ઝેર પીધું અને પરિણીતાને પણ ઝેર પીવડાવી દીધું. 

રાજકોટ રાજવી પરિવાર મિલ્કત વિવાદ: બકરૂ કાઢવા જતા ઉંટ પેઠું વધારે એક દાવેદારે ઠોક્યો દાવો

દ્રશ્યોમાં દેખાતો આ શખસ છે અક્ષય ભરવાડ. હાલ પોલીસે તેની બળાત્કાર અને હત્યાની કોશિશ ના ગુનામાં ધરપકડ કરી છે. ઘટના એમ હતી કે આ અક્ષય અને એક યુવતી એકબીજાના પ્રેમમાં હતા. પણ પરિવારજનોને જાણ થતાં યુવતીના અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા. યુવતીએ નવું ઘર માંડતા જ તેણે અક્ષય સાથે સંપર્ક ન રાખ્યો. જો કે અક્ષય હજુય આ યુવતીના પ્રેમમાં પાગલ હતો. એક દિવસ પરિણીતાને સાસરેથી પિયર બોલાવી. બાદમાં તે તેને ભગાડી ગયો હતો.

એરહોસ્ટેસને કહ્યું, તને પ્લેન વગર જ હવામાં ઉઠાવીને આખા વિશ્વની મુસાફરી કરાવી દઇશ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બંને પાંચેક વર્ષથી પ્રેમમાં હતા. પણ દોઢેક વર્ષથી ફરી અક્ષય આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તે આ પરિણીતાને લઈને ભાગી ગયો ત્યારે અન્ય એક યુવતી અને યુવક મિત્ર પણ સાથે હતા. જે બંને પણ એકબીજાને પ્રેમ કરતા હતા. ભાગીને બને દ્વારકા, રાજકોટ, આબુ અંબાજી, રણુજા અને કચ્છ જેવી અલગ અલગ જગ્યાઓ પર લઈ ગયો હતો. ત્યાં ગેસ્ટ હાઉસમાં અને ચાલુ ટ્રાવેલ બસમાં બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ ભાગવાની ના પાડી ત્યારે યુવકે હું મરી જઈશ તેવી ધમકી પણ આપી હતી જ્યારે બળાત્કાર ગુજરાતી વખતે પણ ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું છે. તો બાદમાં અમદાવાદ આવ્યા ત્યારે પરિવારનો ડર લાગતા બને રેલવે ફાટક ગયા. જ્યાં આરોપીએ સાથે મરી જવાનું કહી ઝેરની અડધી બોટલ પીધી અને બાદમાં પરિણીતાને પણ ઝેર પીવડાવ્યું. જોકે પરિવારજનો આવી જતા બંનેને સારવાર માટે ખસેડાયા. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 

આસારામ માટે "ખાસ વસ્તુની" વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર

કહેવાય છે કે પ્રેમમાં અનેક વ્યક્તિઓ અંધ બની જાય છે. આ ઘટનામાં પણ કંઈક એવું જ હોવાનું સામે આવ્યું છે. પરિણીતાએ જુના પ્રેમી સાથે ફરી સબન્ધ બાંધી પોતાના પતિ અને બાળકને દગો તો આપ્યો. યુવકને પણ પરિણીતાને આંધળો પ્રેમ કરવો ભારે પડ્યો અને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. ત્યારે હવે આ કેસમાં અન્ય શુ ખુલાસા થાય છે તે જોવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More