Home> Gujarat
Advertisement
Prev
Next

યુવકે કહ્યું હું વીડિયો કોલ કરૂ છું તારા તમામ કપડા ઉતારીને તૈયાર રહેજે, પછી જે થયું તે ખાસ જુઓ...

કૃષ્ણનગર વિસ્તારમાં બાળકોને મોબાઇલ આપી દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

યુવકે કહ્યું હું વીડિયો કોલ કરૂ છું તારા તમામ કપડા ઉતારીને તૈયાર રહેજે, પછી જે થયું તે ખાસ જુઓ...

* સગીરા સાથે દુષ્કર્મ આચરનારો ઝડપાયો
* સગીરાનો વિડીયો ઉતારી કરતો હતો બ્લેકમેઇલ
* સોશિયલ મીડિયા મારફતે યુવકે મિત્રતા કેળવી હતી

fallbacks

ઉદય રંજન/અમદાવાદ : કૃષ્ણનગર વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા થકી સગીરા સાથે મિત્રતા કેળવીને બાદમાં એક નહિ પરંતુ ત્રણ વખત શારીરિક સંબંધ બાંધીને સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આ મુદ્દે તપાસ આદરવામાં આવી હતી.

Surat માં મિત્ર માથે દેવું થઇ જતા મિત્રતા નિભાવવા ચોરીની ફિલ્મી સ્ટોરી ઘડી કાઢી અને...

કૃષ્ણનગર પોલીસની ગિરફતમાં આવેલો આ શખસે સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં સગીરાને બ્લેકમેઇલ કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ પ્રતિકાર રૂપી વિરોધ કરતા આરોપી સાહિલ શૈલેષ ભાઈ રાવ નામના યુવકે સગીરાને ધમકી આપી હતી કે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે અને સગીરાના પરિવારજનને પણ મોકલી આપશે. જો કે સગીરાને જ્યારે આરોપી યુવકના મલિન ઇરાદાઓનું ભાન થયું ત્યારે સગીરાએ યુવક સાથે કોઈ પણ પ્રકારના સબંધ રાખવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ નરાધમ શૈલેષે સગીરાના કાકાને મેસજ કરી દીધા હતા, ત્યારબાદ પીડિત સગીરાના પરિવારજનો દ્વારા યુવક વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે પણ આ માનસિક વિકૃત યુવકની ધરપકડ કરી લીધી છે.

ખેડૂતોનો પાક બચાવવા રૂપાણી સરકારનો મોટો નિર્ણય, દરેક વિસ્તારની જરૂરીયાત પ્રમાણે અપાશે પાણી

સામાન્ય રીતે મિત્રતામાં કોઈ સ્વાર્થ હોતો નથી પરંતુ ઘણાંખરાં એવા લોકો પણ હોય છે કે, જેઓ મિત્રતામાં પોતાનો સ્વાર્થ અને મલિન ઇરાદાઓ પાર પાડતા હોય છે. આવો જ એક યુવકની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી સાહિલ રાવે સગીરાને એક નહિ પરંતુ ત્રણ ત્રણ વખત પિંખી નાંખી છે. સગીરાને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો. કૃષ્ણનગર, નિકોલ વિસ્તારની અલગ અલગ હોટલોમાં લઇ જઇને આરોપી સાહિલ રાવે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે ત્યારે હાલ પોલીસે બળાત્કારની કલમ અને પોસ્કો એકટ હેઠળ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More