મૌલિક ધમેચા/ગાંધીનગર : હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને ગુજરાતના મોટા ભાગના લોકો રાત્રે મોડે સુધી જાગતા હોય છે તેવામાં મોદી રાત્રે એક એવી ચકચારી ઘટના બની કે જેને સમગ્ર ગુજરાતને વિચારતું કરી દીધું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક યુવક આશરે દોઢ વર્ષના બાળકને મૂકીને ફરાર થઈ જતા ચકચાર મચી છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પેથાપુર સ્વામિનારાયણ મંદિરના દરવાજે બાળક ત્યજી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયા CCTV સામે આવતા ચકચાર મચી છે. સ્વામિનારાયણ મંદિર ચોકમાં અંદાજીત એકથી દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખ્સ મૂકીને ફરાર થતા CCTV માં થયો કેદ થયો હતો.
બાળકનેને ત્યજી દેનારા શખ્સની ગાંધીનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલતો CCTV ના આધારે તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બાળકની પ્રાથમિક તબ્બકે બાળકની પોલીસે સિવિલમાં મેડિકલ તપાસ શરૂ કરાવી છે. જો કે જોતા જ ગમી જાય એવા નાનકડા ભૂલકાને મૂકીને ફરાર થતા નરરાક્ષસનો જીવ કેમ ચાલ્યો હશે તે મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેવામાં બાળકને શા માટે મંદિરમાં મૂકી દેવાયો તે અંગે ઉભા થયા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે