અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારામાં પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકા પાસે અભદ્ર માંગણી કરવાની ના પાડી હતી. જેથી પ્રેમીએ સોશિયલ મીડિયા ફોટો વાયરલ કરવાની તથા પ્રેમીકાને ઉઠાવી જવાની ધમકી આપી હતી. બે અજાણ્યા શખ્સો દ્વારા આ યુવતીનાં ઘરનાં તથા યુવતીનાં ફોટા પણ પાડવામાં આવ્યા હતા. હાલ તો રાણીપ પોલીસે યુવક સામે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: GLS યુનિવર્સિટીએ ફી મુદ્દે દબાણ કરતા, NSUIએ ભીખ માંગી પૈસા પુરા પાડ્યા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાણીપમાં રહેતી અને પલકામણમાં આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની યુવતીને ઓગષ્ટ 2019 માં ફેસબુક પર સાગર પટેલ નામના યુવક સાથે મિત્રતા બંધાઇ હતી. ત્યાર બાદ બંન્ને નંબરની આપલે પણ થઇ હતી. જેના થકી અવાર નવાર તેઓ ફોન, ચેટ અને વીડિયો કોલિગ દ્વારા સંપર્કમાં હતા. ત્યાર બાદ ગોતામાં આવેલા એક મકાન પર બંન્ને મળ્યા હતા.
breaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી
સાગરે યુવતી સાથે લગ્ન માટે પણ વાત કરી હતી. જો કે યુવતીએ પોતે અભ્યાસ કરતી હોવાથી અભ્યાસ પુર્ણ થયા બાદ લગ્ન અંગે નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. જો કે ત્યાર બાદ સાગર દ્વારા તે યુવતી પર લગ્ન કરવા અથવા તો પછી પોતાની સાથે શારીરિક સંબંધો બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી. જેથી યુવતીએ સાગર સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી ઉશ્કેરાયેલા સાગરે યુવતીને તથા તેના માતા પિતને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અપમાનજનક જાતીવાચક શબ્દો પણ કહ્યા હતા. તેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. હાલ તો રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે