Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં હાઇફાઇ બર્થ ડે પાર્ટી ઉજવવા માટે યુવાનોએ આખી બિલ્ડિંગનો ભંગાર ચોરી કર્યો

મોંઘેરા કલબમાં બર્થ ડે પાર્ટી ઉજવવા 3 વિદ્યાર્થીઓએ બાંધકામ સાઇટ પરથી ભંગારની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી પોલીસે બે સગીર સહિત ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી બે ફોરવ્હિલ સહિત 12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં ત્રણેય છાત્રો મિત્રો હોય જેથી બર્થ ડે પાર્ટી ઉજવણી કરવા માટે રૂપીયાની જરૂરીયાત હોવાથી બાંધકામ સાઇટો પરથી ભંગારની ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.

રાજકોટમાં હાઇફાઇ બર્થ ડે પાર્ટી ઉજવવા માટે યુવાનોએ આખી બિલ્ડિંગનો ભંગાર ચોરી કર્યો

ગૌરવ દવે/રાજકોટ : મોંઘેરા કલબમાં બર્થ ડે પાર્ટી ઉજવવા 3 વિદ્યાર્થીઓએ બાંધકામ સાઇટ પરથી ભંગારની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી પોલીસે બે સગીર સહિત ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી બે ફોરવ્હિલ સહિત 12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં ત્રણેય છાત્રો મિત્રો હોય જેથી બર્થ ડે પાર્ટી ઉજવણી કરવા માટે રૂપીયાની જરૂરીયાત હોવાથી બાંધકામ સાઇટો પરથી ભંગારની ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે.

fallbacks

કામરેજના શિક્ષકે વિદ્યાર્થીને એટલા ડંડા માર્યા કે, શરીર પર લાલ ચકામા ઉપસી ગયા

આરોપીઓનું નામ કૃષ્ણપાલસિંહ કરણસિંહ વાઘેલા, કૃષ્ણપાલસિંહ વાઘેલાએ તાજેતરમાં જ ઘોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. કોલેજમાં એડમિશન લઇને અભ્યાસ શરૂ કરે તે પહેલા જ ચોરીનાં ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. કૃષ્ણપાલસિંહ અને તેનાં બે સગીર મિત્રો બાંધકામ સાઇટ પરથી ભંગાર ચોરી કર્યો હોવાનો આરોપ છે. હાલ પોલીસે ત્રણેય મિત્રો સામે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કૃષ્ણપાલસિંહ વાઘેલા અને તેનાં સગીર મિત્રોએ નિવેદન આપ્યું હતું કે, રૈયા રોડ પર આવેલ તુલસી સુપર માર્કેટ સામે ચાલતી શ્રી હરી એમ્પાયર બાંધકામ સાઇટ પરથી લોખંડનાં ભંગારની ચોરી કરી હતી. ચોરી કરવા પાછળ કૃષ્ણપાલસિંહ વાઘેલાનાં સગીર મિત્રનો જન્મ દિવસ હોવાથી કાલાવડ રોડ પર આવેલા મોંઘેરા કલબમાં પાર્ટી મનાવવાનું નક્કી કર્યું હતું. 

નવસારીના ખેરગામમાં કંટાળેલા પિતાએ પુત્રના માથાના બે ભાગ કરી નાખ્યા

જેના માટે રૂપીયા ભેગા કરવા ચોરીને અંજામ આપ્યો હતો. 150 કિલો ચોરી થયેલો ભંગાર, બે કાર સહિત પોલીસે 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પહેલા જ રૈયા રોડ પર તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામ સાઇટ પરથી સામાન ચોરી થયાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાય હતી. પોલીસે અલગ અલગ CCTV ફૂટેજ તપાસ કરતા કારમાં ચોરી કરી જતા શખ્સો જોવા મળ્યા હતા. આરોપીઓની પોલીસ પુછપરછ કરતા કૃષ્ણપાલસિંહ કરણસિંહ વાઘેલાએ કબુલ્યું હતું કે, આઇ 20 અને સ્કોર્પિયો કાર ભાડે કરી હતી અને ચોરી કરવા ગયા હતા. 4500 રૂપિયામાં કાર ભાડે કરી ચોરીને અંજામ આપી જે રૂપીયા મળે તેમાંથી બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવાનું કાવતરૂ રચ્યું હતું. જેના માટે અગાઉથી જ આરોપીઓએ રેકી પણ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ તમામ આરોપીઓને પોલીસે જામીન મુક્ત કર્યા છે.

મહેસાણા : 2 લાખ લઈને ભાગેલી લૂંટેરી દુલ્હને કહ્યું, મને તો માત્ર 40 હજાર જ મળ્યા છે

તાજેતરમાં જ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકે જાલી નોટ સાથે આત્મીય કોલેજ અને ગારડી કોલેજના બે છાત્રોને ઝડપાયા અને ત્યાર પછી ગે પાર્ટનરને મળતા ગયેલા છાત્ર પર હનિટ્રેપનો કિસ્સો સામે આવ્યો હતો. હજુ આ બન્ને બનાવ તાજા છે. ફરી યુનિવર્સિટી પોલીસે ભંગાર ચોરીમાં શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળાના બે સગીર સહિત ત્રણ વિદ્યાર્થીઓને ઝડપી લીધા હતા. હાલ પોલીસે સગીર આરોપીઓ પાસેથી ભંગાર ખરીદ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. ત્યારે શહેરના પોષ વિસ્તારમાં રહેતા અને નામાંકિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચોરીમાં સંડોવણી સામે આવતા આ કિસ્સો દરેક વાલીઓ માટે ચિંતાજનક સમાન માનવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More