Home> Gujarat
Advertisement
Prev
Next

મહિલા પતિના શોખ માટે જ્વેલરી શોપમાં કરતી ચોરી, વીટી ચોરી કરવામાં છે માસ્ટરી

 શહેરના રામોલ પોલીસે એક એવી મહિલા આરોપીની ધરપકડ કરી છે. જે જ્વેલર્સની દુકાનમાંથી કોઈ મોટા દાગીના નહીં પણ માત્ર સોનાની વીંટીની જ ચોરી કરતી હતી. શા માટે મહિલા આરોપી સોનાની વીંટીની ચોરી કરતી હતી. તે પણ એક મોટું રહસ્ય છે. 

મહિલા પતિના શોખ માટે જ્વેલરી શોપમાં કરતી ચોરી, વીટી ચોરી કરવામાં છે માસ્ટરી

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના રામોલ પોલીસે એક એવી મહિલા આરોપીની ધરપકડ કરી છે. જે જ્વેલર્સની દુકાનમાંથી કોઈ મોટા દાગીના નહીં પણ માત્ર સોનાની વીંટીની જ ચોરી કરતી હતી. શા માટે મહિલા આરોપી સોનાની વીંટીની ચોરી કરતી હતી. તે પણ એક મોટું રહસ્ય છે. 

fallbacks

અમદાવાદના રામોલ પોલીસે ઝડપેલી મહિલા આરોપીએ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મોટાભાગના જ્વેલર્સને ટાર્ગેટ બનાવી ચૂકી છે. જ્વેલર્સની દુકાનોમાં વીટી ખરીદવાના બહાને જતી મહિલા આરોપી હિના નાગર શોરૂમમાંથી વીંટીની ચોરી કરી લેતી. શાતિર આરોપણ જ્વેલર્સની દુકાનમાંથી સોનાની વીંટીની ચોરી કરીને કોઈને શક ના થાય તે માટે ઓરીજનલ વીંટીને બદલે ડુપ્લીકેટ વીંટી મૂકી દેતી હતી.

અમદાવાદ: એક કા તીન કરવાનું કૌભાંડ, લોભામણી લાલચથી કરતા છેતકપિંડી

ચોરી કરવા માટે આરોપણ હિના નાગરની સાથે તેનો પતિ જતો હતો. બંન્ને આરોપીઓએ પૂર્વ વિસ્તારમાં અનેક જ્વેલર્સની દુકાનોમાં ચોરી કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એક જ અઠવાડિયામાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી બે જ્વેલર્સ દુકાનોમાં ચોરી થતા રામોલ પોલીસે વોચ ગોઠવીને આરોપી હિનાની ધરપકડ કરી છે. તો તેના પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બોટાદ: તીર્થધામ સાળંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા સર્જાયો વિવાદ

પોલીસ દ્વારા ઘરપકડ કરાયેલી મહિલાની પૂછતાછ કરતા બહાર આવ્યું કે આ મહિલા તેના પતિની દારૂની લત માટે ચોરી કરતી હતી. આ મહિલા દ્વારા અન્ય કેટલા સ્થળ પર ચોરી કરવામાં આવી છે, કે નહિ તે અંગે રામોલ પોલીસે  તપાસનો દૌર શરૂ કર્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More