Home> Gujarat
Advertisement
Prev
Next

SG હાઇવેની એક ખ્યાતનામ કંપનીમાંથી લાખો રૂપિયાનાં લેપટોપ ચોરી, એક વર્ષે ખબર પડી

શહેરના એસજી હાઇવે પર આવેલા વોડાફોન હાઉસમાં ચોરીની ફરિયાદ નોધાઇ છે. આ ચોરી કરનાર વ્યક્તિ પણ કંપનીનો કર્મચારી જ હોવાની શંકા છે. મહત્વનું છે કે સીસીટીવીથી સજ્જ અને સિક્યોરિટી હોવા છતાંય આઠ માસમાં 19 લાખના 76 જેટલા લેપટોપ ચોરી થઇ છે. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની તપાસ દરમિયાન શંકા સેવી આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

SG હાઇવેની એક ખ્યાતનામ કંપનીમાંથી લાખો રૂપિયાનાં લેપટોપ ચોરી, એક વર્ષે ખબર પડી

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના એસજી હાઇવે પર આવેલા વોડાફોન હાઉસમાં ચોરીની ફરિયાદ નોધાઇ છે. આ ચોરી કરનાર વ્યક્તિ પણ કંપનીનો કર્મચારી જ હોવાની શંકા છે. મહત્વનું છે કે સીસીટીવીથી સજ્જ અને સિક્યોરિટી હોવા છતાંય આઠ માસમાં 19 લાખના 76 જેટલા લેપટોપ ચોરી થઇ છે. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની તપાસ દરમિયાન શંકા સેવી આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

fallbacks

મોરકંડા હાઈવે પર અજાણ્યા વાહને પદયાત્રીઓને મારી ટક્કર, 3ના મોત

એસજી હાઇવે પર આવેલા વોડાફોન હાઉસના બિલ્ડીંગ બી માં હાલ 70 થી 75 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ પ્રિમાઇસીસમાં ફરજ બજાવનાર કર્મચારીઓ સિવાય કોઈને પણ એન્ટ્રી નથી, તેમ છતાંય અહીં મોટી ચોરી થઈ. વર્ષ 2020 પૂર્ણ થવાના આરે હોવાથી લેપટોપના સ્ટોકની ગણતરી ચાલતી હતી. જેમાં 76 લેપટોપ ઓછા જણાયા હતા. જેથી અહીં કામ કરતા કર્મચારીઓની તપાસ કરાઈ પણ કોઈ માહિતી ન મળતા આખરે 25 હજારનું એક લેપટોપ એવા 76 લેપટોપ કે જેની કિંમત 19 લાખ થાય છે તે ચોરી થતા સરખેજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

સુરત વન વિભાગે બનાવી ખાસ પેન્સિલ, કુંડામાં રોપવાથી બનશે છોડ

પોલિસ તપાસમાં સામે આવ્યું કે, અહીં કામ કરતા કમર્ચારીઓને ઇશ્યું કરેલા લેપટોપ પર જ કામ કરવાનું હોય છે. જેથી કંપનીએ માર્ચ 2020 થી ઓકટોબર 2020 સુધીમાં કુલ 1074 લેપટોપ અહીંના કર્મચારીઓ માટે નવા ખરીદેલા અને  જરૂર પડ્યે કર્મચારીઓને આપવામાં આવતા હતા. જો કે વર્ષ પુર્ણ થઇ રહ્યું હોવાથી ગણત્રી કરવામાં આવતા 76 જેટલા લેપટોપ ઓછા જણાતા સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. હાલ તો પોલીસે લેપટોપનું કામ કરતા સ્ટોરના કર્મચારીઓ સામે આશંકા સેવી આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. બીજી તરફ CCTV ફૂટેજ આધારે પોલીસ શકમંદ સુધી પોહચી વધુ પુછપરછ કરી ચોરી અંગેનું કારણ જાણવા પ્રયાસો કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More