Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં રેવન્યુમાં પ્રેક્ટીસ કરતા વકીલના ઘરે લાખોની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદના પાલડી વિસ્તારના ધરણીધર ચાર રસ્તા પાસે આવેલા અક્ષત એપાર્ટમેન્ટના બી-2 બ્લોકમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નીતિન શાહના ઘરમાં આ ચોરીની ઘટના બની છે.

અમદાવાદમાં રેવન્યુમાં પ્રેક્ટીસ કરતા વકીલના ઘરે લાખોની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ

ઉદય રંજન, અમદાવાદઃ ફરી એક વખત અમદાવાદના પોષ વિસ્તારમાં ઘરફોડ ચોરોનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે, પાલડી નજીક આવેલા ધરણીધર પાસે આવેલા અક્ષત એપાર્ટમેન્ટ લાખોની ચોરીનો બનાવ સામે આવ્યો છે. 

fallbacks

અમદાવાદના પાલડી વિસ્તારના ધરણીધર ચાર રસ્તા પાસે આવેલા અક્ષત એપાર્ટમેન્ટના બી-2 બ્લોકમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નીતિન શાહના ઘરમાં આ ચોરીની ઘટના બની છે. ગઈકાલે નીતિન ભાઈ શાહ અને તેમના પત્ની શિલ્પા બેન શાહ બોટાદના રાણપુર ખાતે ભગવાનના દર્શન અર્થે વહેલી સવારે બન્ને અલગ-અલગ સમયે નીકળ્યા હતા. શિલ્પા બહેન દર્શન કરી સાંજના સમયે ઘરે પરત આવ્યા ત્યારે ઘરમાં જોયું તો ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો અને 20 લાખ રોકડ અને 1.90 લાખના દાગીના ગૂમ થયેલા જોવા મળ્યા હતા. શિલ્પા બહેને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પાલડી પોલીસ અને એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પોહચ્યા હતા. 

આ પણ વાંચોઃ Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી

પોલીસે ઘરફોડ ચોરી કરનાર ને શોધવા માટે થઈને ફ્લેટમાં લાગેલા સીસીટીવી ફ્લેટમાં અન્ય મકાનોમાં કામ કરતાં કામવાળાઓ તથા ફ્લેટના અન્ય રહીશોની પૂછપરછનો દોર શરૂ કરી દીધો છે. જેમાં પોલીસને પ્રાથમિક તપાસમાં સીસીટીવીમાં એક શંકસપદ વ્યક્તિ જણાઇ આવ્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અન્ય નક્કર માહિતી ના આધારે ઘરફોડ ચોરોનો પગેરું મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More