Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: શાહીબાગના કોર્પોરેટર તરબુચ ખરીદતા રહ્યા અને ગઠીયાઓ પર્સ લઇને રફુચક્કર થયા

ગુજરાતમાં તબક્કાવાર લોકડાઉન બાદ અનલોક 1.0ની શરૂઆત થઇ ચુકી છે. બે મહિનાથી પણ વધારે સમયથી ઘરમાં પુરાઇ રહેલા લોકો ધીરે ધીરે બહાર નિકળી રહ્યા છે. જો કે તસ્કરો પણ ફરી એકવાર બેફામ બન્યા છે. હાલમાં જ શાહીબાગનાં કોર્પોરેટરનું પર્સ ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. શાહીબાગ વોર્ડનાં ભાજપમા મહિલા કાઉન્સિલર પ્રતિભા જૈનનું પર્સ તેમની એક્ટિવા પરથી જ ચોરી થઇ ગયું હતુ.

અમદાવાદ: શાહીબાગના કોર્પોરેટર તરબુચ ખરીદતા રહ્યા અને ગઠીયાઓ પર્સ લઇને રફુચક્કર થયા

અમદાવાદ : ગુજરાતમાં તબક્કાવાર લોકડાઉન બાદ અનલોક 1.0ની શરૂઆત થઇ ચુકી છે. બે મહિનાથી પણ વધારે સમયથી ઘરમાં પુરાઇ રહેલા લોકો ધીરે ધીરે બહાર નિકળી રહ્યા છે. જો કે તસ્કરો પણ ફરી એકવાર બેફામ બન્યા છે. હાલમાં જ શાહીબાગનાં કોર્પોરેટરનું પર્સ ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. શાહીબાગ વોર્ડનાં ભાજપમા મહિલા કાઉન્સિલર પ્રતિભા જૈનનું પર્સ તેમની એક્ટિવા પરથી જ ચોરી થઇ ગયું હતુ.

fallbacks

નિકોલમાં પ્રણય ત્રિકોણમાં હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરતા થયા ચોંકાવનારા ખુલાસા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શાહીબાગમાં પ્લેટીના માઇટમાં રહેતા અને ભાજપના મહિલા કાઉન્સિલર પ્રતિભા જૈન તેમું એક્ટિવા લઇને ઘર નજીક શાકભાજી ખરીદવા ગયા હતા. જ્યાં તેઓ તરબુચનો ભાવ પુછી રહ્યા હતા. દરમિયાન તેમનું પર્સ તેમણે એક્ટિવાની સીટ પર મુક્યું હતું. તેઓ તરબુચની ખરીદી કરી રહ્યા હતા. 

વડોદરા: દર્દીએ ભોજનમાં જીવાત અને વ્યવસ્થાના અભાવનો વીડિયો વાયરલ કર્યો

જો કે તકનો લાભ લઇને ગઠીયાઓ પર્સ લઇને પલાયન થઇ ગયા હતા. પ્રતિભા જૈન દ્વારા ગઠીયાઓનો પીછો પણ કરવામાં આવ્યો હતો. જો કે તેઓ ભાગવામાં સફળ થયા હતા. હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે અનુસાર મોબાઇલ અને 200 રૂપિયા રોકડની ચોરી થઇ છે. આ ઉપરાંત તમામ મહત્વના ઓળખકાર્ડ પર્સમાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More