શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગરના ચાપલાનાર ગામે અનોખા લગ્ન યોજાયા ગ્રહશાંતિ થઈ લઇ જમણવાર સુધીની તમામ રસમ યોજાઈ પરંતુ માત્ર નહોતી તો કન્યા યુવાનને લગ્નની ઉત્સુકતા તો પૂર્ણ કરાઈ પણ રહેવું તો કુવારાજ પડશે. આવા અનોખા લગ્ન જેનો વિચાર પણ ન આવે તેવા લગ્ન થયા હતા.
સાબરકાંઠાના ચાપલાનારમાં કાકાએ ભત્રીજાના યોજ્યા અનોખા લગ્ન હિંમતનગરના ચાપલનારનો અજય ઉર્ફે પોપટ બારોટ જે બાળપણથી માનસિક ક્ષતિગ્રસ્ત હતો. તેની માતા પણ બાળપણમાં મૃત્યુ પામી હતી. ત્યારે તેના પિતાએ તેને મોટો કર્યો હતો. અને અજયને હિંમતનગર મંદબુદ્ધિ સંસ્થામાં મુક્યો હતો ત્યારે વેકેશનમાં ઘરે આવેલ અજયે તેના કાકાને કહ્યું કે, મારે પણ લગ્ન કરવા છે અને લગ્નની ઉત્સુખતાને લઈ એના કાકાએ લગ્ન માટેનું આયોજન કર્યું હતું.
સમાજના લોકોને જાણ કર્યા બાદ ગઈ કાલે અજયના લગ્ન તો યોજાયા હતા. પરંતુ જાણ પ્રસ્તાનના થઇ વાત જાણે એમ છે કે, ગ્રહશાંતિથી લઈ જમણવાર સુધીની તમામ પ્રકારની રસમ તો યોજાઈ પરંતુ સામે પરણવા છોકરી નહોતી માત્ર વરઘોડો ગ્રહશાંતિ અને અન્ય પ્રથા પુર્ણ કરી અજયની મહેચ્છાઓ પૂર્ણ કરી હતી.
લગ્નના ફેરા ન હતા લગ્નમાં અજય ઘોડા પર બેસવાની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી. તો વારઘોડિયા સાથે જુમ્યો પણ હતો. લગ્ન સમારંભનો એક દિવસ ધામધૂમથી બારોટ પરિવારે માણીને માનસીક ક્ષતિગ્રસ્ત અજય બારોટની ઈચ્છા પૂર્ણ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે